મુંબઈ: મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે એક ફ્લેટના માલિક એકથી વધુ વાહન રાખી શકે નહીં. આ મામલે અધિકારીઓને નિર્દેશ આપતા કોર્ટે કહ્યું કે જે લોકો પાસે અનેક ગાડીઓ છે અને પાર્કિંગની જગ્યા નથી તેમને એકથી વધુ પર્સનલ ગાડી રાખવાની મંજૂરી મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી એસ કુલકર્ણીની પેનલે કહ્યું કે અધિકારીઓએ એવા લોકો કે જેમની પાસે ફક્ત એક ફ્લેટ છે અને જેમની કોલોની કે સોસાઈટીઓમાં ગાડીઓ ઊભી કરવા માટે પૂરતી જગ્યા નથી, તેમને ચાર કે પાંચ ગાડીઓ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં. 


અત્રે જણાવવાનું કે આ વાત નવી મુંબઈમાં રહેતા સંદીપ ઠાકુરની જનહિત અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે કહી જેમાં ઠાકુરે એક સરકારી આદેશને પડકાર્યો હતો. એકીકૃત વિકાસ નિયંત્રણ અને સંવર્ધન નિયામક કાયદામાં સંશોધન કરતા ફ્લેટ અને બિલ્ડિંગ બનાવનારા ડેવલપરને પાર્કિંગની જગ્યાને ઓછી કરવા માટે કહેવાયું હતું. 


Mumbai: વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ Corona ના આ Variant થી મહિલાનું મોત


ડેવલપર નથી આપતા પાર્કિંગ માટે જગ્યા
ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું કે ડેવલપર નવી બિલ્ડિંગોમાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા આપતા નથી, જેના કારણે કોલોનીઓ અને સોસાયટીઓમાં રહેતા લોકોએ બહાર રસ્તા પર ગાડીઓ ઊભી કરવી પડે છે. આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યું કે નવી ગાડીઓની કિંમત ઓછી કરવાની જરૂર છે. જે લોકો સરળતાથી ગાડીઓ ખરીદી શકે છે તેમને ચાર પાંચ ગાડીઓ રાખવાની મંજૂરી આપવી ખોટું છે. ગાડીઓ લેતા પહેલા તમારે એ જોવું પડશે કે ગાડી પાર્ક કરવા માટે તમારી પાસે પૂરતી જગ્યા છે કે નહીં. 


Business Opportunity: મહિને 3 લાખની ધરખમ કમાણી, રોકાણ માત્ર 25,000!...સરકાર સબસિડી પણ આપે છે


પાર્કિંગથી ઘેરાયેલા રહે છે 30 ટકા રસ્તાઓ
કોર્ટે ગાડીઓની વધતી સંખ્યા પર વાત કરતા કહ્યું કે વર્તમાનમાં રસ્તાઓની બંને બાજુનો 30 ટકા ભાગ પાર્કિંગના કારણે ઘેરાયેલો રહે છે. ગાડીઓ રસ્તા પર આ રીતે ઊભી કરવાની વાત સામાન્ય થઈ ગઈ છે. આ મામલે કોર્ટે રાજ્યના સરકારી વકીલ મનીષ પાબલે પાસે બે અઠવાડિયાની અંદર જવાબ માંગ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube