Business Opportunity: મહિને 3 લાખની ધરખમ કમાણી, રોકાણ માત્ર 25,000!...સરકાર સબસિડી પણ આપે છે
બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરો છો? એવો બિઝનેસ જેમાં રોકાણ ઓછું હોય અને કમાણી ભરપૂર.
Trending Photos
બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરો છો? એવો બિઝનેસ જેમાં રોકાણ ઓછું હોય અને કમાણી ભરપૂર. મોટાભાગે બિઝનેસ સારા રોકાણ કોસ્ટ સાથે જ શરૂ કરી શકાય છે. પરંતુ નાના ધંધા પણ મોટો ફાયદો કરાવી આપે છે. આવો જ એક બિઝનેસ છે જ્યાં રોકાણ માત્ર 25000 રૂપિયા છે. પરંતુ કમાણી મહિને 3 લાખ રૂપિયા સુધી થાય છે. જો આ કારોબારને મોટા લેવલ પર શરૂ કરવો હોય તો સરકાર તરફથી તેના માટે 50 ટકા સબસિડી પણ મળે છે.
મોતીની ખેતી
મોતીની ખેતી ખુબ રસપ્રદ કારોબાર છે. શહેરી વિસ્તારોમાં તો તેને વધુ લોકો જાણતા પણ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પર ફોકસ વધ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની ખેતી કરીને લોકો લખપતિ બની ચૂક્યા છે. જ્યારે ઓડિશા અને બંગ્લુરૂમાં પણ તેનો સારો સ્કોપ છે. મોતીની ખેતીમાં ખુબ કમાણી છે.
મોતીની ખેતી માટે શું જોઈએ?
મોતીની ખેતી માટે એક તળાવની જરૂર પડશે. જેમાં સીપનો મહત્વનો રોલ છે. મોતીની ખેતી માટે રાજ્ય સ્તરે ટ્રેનિંગ પણ અપાય છે. જો તળાવ ન હોય તો તેની વ્યવસ્થા થઈ શકે છે. તમારા ઈન્વેસ્ટમેન્ટ પર સરકાર પાસેથી 50 ટકા સુધી સબસિડી મળી શકે છે. દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વોલિટી ખુબ સારી હોય છે.
કેવી રીતે શરૂ કરવી ખેતી
ખેતી શરૂ કરવા માટે કુશળ વૈજ્ઞાનિકો પાસેથી તાલિમ લેવાની હોય છે. અનેક સંસ્થાઓમાં સરકાર પોતે ફ્રીમાં ટ્રેનિંગ કરાવે છે. સરકારી સંસ્થા કે પછી માછીમારો પાસેથી સીપ ખરીદીને ખેતીનું કામ શરૂ કરાય છે. સીપને તળાવના પાણીમાં બે દિવસ સુધી રાખવામાં આવે છે. તડકો અને હવા લાગ્યા બાદ સીપનું કવચ અને માંસપેશીઓ ઢીલી પડે છે. માંસપેશીઓ ઢીલી થયા બાદ સીપની સર્જરી કરીને તેની અંદર સાંચો નાખવામાં આવે છે. સાંચો જ્યારે સીપને વાગે છે ત્યારે અંદરથી એક પદાર્થ નીકળે છે. થોડા સમય બાદ સાંચો મોતીના સ્વરૂપમાં તૈયાર થઈ જાય છે. સાંચામાં કોઈ પણ આકૃતિ નાખીને તેની ડિઝાઈનનું મોતી તમે તૈયાર કરી શકો છો. ડિઝાઈનર મોતીની માંગ બજારમાં વધુ છે.
દર મહિને કેટલી કમાણી
એક સીપ તૈયાર કરવામાં લગભગ 25થી 35 રૂપિયાનો ખર્ચો આવે છે. જ્યારે એકમાંથી બે મોતી તૈયાર થાય છે. એક મોતીની કિંમત 120 રૂપિાયની આસપાસ હોય છે. સારા ક્વોલિટીના હશે તો 200 રૂપિયા સુધી મળી શકે છે. એક એકરના તળાવમાં 25 હજાર સીપ નાખી શકાય છે. જેના પર તમારું રોકાણ લગભગ 8 લાખ રૂપિયા હશે. 50 ટકા સીપ જો સારા નીકળે અને બજારમાં વેચવામાં આવે તો સરળતાથી 30 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે