નવી દિલ્હી: ઈન્ટરનેટ (Internet) પર કામ કરવું જેટલું સરળ છે એટલું જ જોખમી પણ છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો પર હંમેશા સાયબર ક્રાઈમ (Cyber Crime) નો ભોગ બનાવાનું જોખમ તોળાયેલુ રહે છે. જો તમે પણ ઈન્ટરનેટ પર નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર  ખાસ તમારા કામના છે. શનિવારે એક ઓનલાઈન ઈન્ટેલિજન્સ ફર્મે મોટા સાઈબર ક્રાઈમનો ખુલાસો કર્યો. જેમાં 2.9 કરોડ ભારતીયોના વ્યક્તિગત ડેટા (personal data leak) ને ફ્રીમાં ડાર્ક વેબ પર લીક કરી દેવાયો છે. જ્યાંથી કોઈ પણ તેને એક્સેસ કે ડાઉનલોડ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus એ દેશના જાણીતા ડોક્ટરનો જીવ લીધો, શ્વાસરોગ ચિકિત્સક તરીકે કર્યું હતું કામ


Cyble નામની ફર્મે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું કે નોકરી શોધનારા 2.9 કરોડ ભારતીયોના વ્યક્તિગત ડેટા ફ્રીમાં ડીપવેબમાં લીક થઈ ગયા. સામાન્ય રીતે આ રીતના ડેટા લીક અમે જોતા હોઈએ છીએ પરંતુ આ વખતે મેસેજ હેડરે અમારું ધ્યાન ખેંચ્યું કારણ કે અહીં ઘણા બધા પર્સનલ ડેટા હાજર છે જ્યાં શિક્ષણ, અને એડ્રસ જેવી મહત્વપૂર્ણ જાણકારીઓ પણ સામેલ છે. 


આ ફર્મે હાલમાં જ ફેસબુક અને સિકોઈયા દ્વાયા નાણાકીય ફંડિંગ મેળવતી ભારતીય શિક્ષણ ટેક્નોલોજી ફર્મ Unacademy ના હેકિંગ અંગે ખુલાસો કર્યો હતો. આ બ્રીચમાં સંવેદનશીલ જાણકારી જેમ કે ઈમેઈલ, ફોન નંબર, ઘરનું એડ્રસ, શૈક્ષણિક લાયકાત, વર્ક એક્સપીરિયન્સ વગેરે સામેલ છે. 


કોરોના વાયરસ માટે કેટલીક દવાનું પરીક્ષણ, વૈજ્ઞાનિકોએ કહ્યું- આ દવા સૌથી આગળ


બ્લોગ પોસ્ટે 2.3 જીબી મોટી એક ફાઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેને એક હેકિંગ ફોરમ પર પોસ્ટ કરાઈ હતી. બ્લોગમાં આગળ કહેવાયું છે કે એવું લાગે છે કે આ જાણકારી રિઝ્યૂમ એગ્રીગેટર દ્વારા બહાર આવી છે. જેમાં ઢગલો વિસ્તૃત જાણકારી છે. નવી જાણકારી મળતા અમે આ લેખને આગળ અપડેટ કરીશું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube