નવી દિલ્હી: દેશભરમાં દિવાળીની તૈયારી કરી રહેલા લોકો માટે પેટ્રોલ અને ડીઝલ પણ દિવસેને દિવસે રાહત પહોંચાડી રહ્યું છે. પાછલા કેટલા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડા જોવા મળી રહ્યો છે. રવિવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: રાજસ્થાનમાં બોલ્યા સીએમ યોગી, ભગવાન રામના નામનો દીવો સળગાવો, કામ જલ્દી થશે


દિલ્હીની સાથે જ મુંબઇના લોકોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રહાત મળી રહી છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે પેટ્રોલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ત્યારે ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે ડીઝલનો ભાવ 76.88 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી


પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા ઘટાડા સાથે પેટ્રોલનો ભાવ 80 રૂપિયાથી નીચે થઇ ગયો હતો. પેટ્રોલની કિંમત 79.55 પ્રતિ લીટર થઇ ગઇ હતી. ત્યારે ડીઝલના ભાવમાં પણ 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાવ્યો હતો. જેનાથી દિલ્હીમાં મંગળવારે ડીઝલનો ભાવ 73.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...