ભારતમાં તાંડવ મચાવી રહેલા `ફાની` સાઈક્લોનનું નામ બાંગ્લાદેશે કેમ પાડ્યું?
ઓડિશાના તટ પર ભયાનક ચક્રવાત `ફાની`એ કેર વર્તાવેલો છે. તેના કેરથી બચવા માટે ઓડિશા સમુદ્રકાંઠેથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ફેરવવામાં આવ્યાં છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું દબાણ ગત શનિવારે એક ચક્રવાતી વાવાઝોડા `ફાની`માં ફેરવાઈ ગયું જે આગળ જઈને `અતિ વિનાશકારી વાવાઝોડું` બની ગયું. ચક્રવાત `ફાની` હાલમાં પૂર્વ ભૂમધ્યરેખામાં હિન્દ મહાસાગર અને પાસેના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સ્થિત છે.
નવી દિલ્હી: ઓડિશાના તટ પર ભયાનક ચક્રવાત 'ફાની'એ કેર વર્તાવેલો છે. તેના કેરથી બચવા માટે ઓડિશા સમુદ્રકાંઠેથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ફેરવવામાં આવ્યાં છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું દબાણ ગત શનિવારે એક ચક્રવાતી વાવાઝોડા 'ફાની'માં ફેરવાઈ ગયું જે આગળ જઈને 'અતિ વિનાશકારી વાવાઝોડું' બની ગયું. ચક્રવાત 'ફાની' હાલમાં પૂર્વ ભૂમધ્યરેખામાં હિન્દ મહાસાગર અને પાસેના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સ્થિત છે.
આ સંદર્ભમાં આપણે જાણીએ કે ચક્રવાતનું નામકરણ આખરે કોણ કરે છે? હકીકતમાં ચક્રવાતના નામ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે સાગરમાં એક સાથે આવનારા અનેક તોફાનોમાં તેને રેખાંકિત કરીને તેની ઓળખ થઈ શકે. સામાન્ય રીતે જ્યારે કોઈ તોફાનની ઝડપ 61 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે તો ત્યારે તે તોફાનનું નામકરણ કરવામાં આવે છે.
LIVE: ઓડિશામાં 'ફાની'નો કેર, અત્યાર સુધીની તમામ અપડેટ માટે કરો ક્લિક
હિન્દ મહાસાગરના ચક્રવાત
હિન્દ મહાસાગરમાં સાઈક્લોનનું નામ રાખવાનું ચલણ 2000માં શરૂ થયું. આ કડીમાં ક્ષેત્રના આઠ દેશો ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ વચ્ચે 2004માં એક ફોર્મ્યુલા પર સહમતિ બની. આ દેશોએ આગામી ચક્રવાતોને ધ્યાનમાં રાખતા 64 નામોની સૂચિ બનાવી. આ રીતે પ્રત્યેક દેશે આઠ નામ સૂચવ્યાં. આ સૂચિને વિશ્વ હવામાન સંગઠન (WMO)ને સોંપવામાં આવી. જીનેવા સ્થિત આ સંગઠન જ આ વિસ્તારમાં જ્યારે ચક્રવાત આવે છે ત્યારે તે લિસ્ટમાં આવતા સીરિયલના આધારે નામ આપે છે.
આ રીતે ભારતે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહેર, મેઘ, સાગર અને વાયુ જેવા નામ આપ્યાં છે. આ જ રીતે પાકિસ્તાને ફાનૂસ, લૈલા, નીલમ, વરદાહ, તિતલી, બુલબુલ જેવા નામ આપ્યાં છે. આ જ કારણોસર લિસ્ટના આધારે ઓડિશામાં આવેલા હાલના તોફાનનું નામ ફાની છે. ગત વર્ષે આ જ રીતે આ વિસ્તારમાં આવેલા તોફાનનું નામ તિતલી રખાયું હતું. બે વર્ષ અગાઉ નવેમ્બરમાં દક્ષિણ તામિલનાડુમાં જે તોફાન આવ્યું હતું તેનું નામ ઓખી હતું. આ નામ પણ બાંગ્લાદેશે રાખ્યું હતું.
2013માં આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ફિલિન નામના વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો. આ સૂચિના આધારે આ સાઈક્લોનનું નામ થાઈલેન્ડે પાડ્યું હતું. આ દેશો દ્વારા અપાયેલું એક નામ એકવાર ઉપયોગમાં લેવાયા બાદ સામાન્ય રીતે રિટાયર થઈ જાય છે. તેની જગ્યાએ તે જેન્ડર અને તે જ વર્ણક્રમનું નવું નામ સંબંધિત દેશ આપે છે.
જુઓ LIVE TV