LIVE: ફાની ચક્રવાતે ઓડિશામાં 3 લોકોના જીવનો ભોગ લીધો, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

LIVE: ફાની ચક્રવાતે ઓડિશામાં 3 લોકોના જીવનો ભોગ લીધો, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ભુવનેશ્વર: પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે સવારે 8 વાગે પહોંચી ગયું.  ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો. IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. 

ફાનીએ 3 લોકોનો ભોગ લીધો, એક ઘાયલ
ઓડિશામાં ફાની ચક્રવાતના કારણે 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઓડિશાના નયાગઢમાં એક મહિલાનું ઘરની દીવાલ તૂટી પડતા મોત થયું છે. કોણાર્કમાં ઘરની દિવાલ પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. જ્યારે પુરીમાં સુરક્ષિત સ્થળે ખસેડતી વખતે એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત પત્તામુંડાઈમાં પણ એક મહિલાનું મોત થયું છે. 

અત્યાર સુધીની અપડેટ...
- ઓડિશાના ગંજામ અને પુરીમાં ફાનીનો કહેર, ગંજામ, ભુવનેશ્વર અને પુરીમાં અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે. તેમને હટાવવાનું કામ ચાલુ છે. 

-ઓડિશાના 17 રાજ્યોમાં અલર્ટ જાહેર કરાઈ છે. આ ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં હવામાન ખાતાએ અલર્ટ જાહેર કરી છે. 

- સમુદ્રે નિનારે વસેલા મંદિર નગરી પુરીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના તમામ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ છે. ઝૂંપડીઓ તબાહ થઈ ગઈ છે. 

- પશ્ચિમ બંગાળમાં ફાની ચક્રવાતને જોતા દીઘામાં તહેનાત એનડીઆરએફની ટીમએ દત્તાપુર અને તેજપુરથી 132 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જેમાં 52 બાળકો સામેલ છે. 

- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ કોલકાતાથી બપોરે 3 કલાકથી લઈને શનિવારે સવારે 8 કલાક સુધી વિમાનોની અવરજવર બંધ રહેશે. 

- રેલવે તરફથી વિશાખાપટ્ટનમથી મુંબઈ સુધી એક ખાસ ટ્રેન દોડી રહી છે. જેનો સમય અને સ્ટેશને થોભવાની વિગતો કોર્ણાક એક્સપ્રેસની જેમ જ રહેશે. 

- ફાનીના પસાર થયા બાદ રાહત અને બચાવ કાર્ય માટે વિશાખાપટ્ટનમમાં નેવીના 13 વિમાનો અલર્ટ મોડ પર છે. ઓડિશાના 17 જિલ્લાઓમાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર છે. તમામ શાળા કોલેજ બંધ રખાયા છે. 

- ફાની ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી બે દિવસ સુધી તમામ ચૂંટણી અભિયાન રદ કર્યા છે. આ સાથે જ તેઓ આજે અને કાલે કાંઠા વિસ્તારની નજીક ખડગપુરમાં હાજર રહેશે. 

- ફાની વાવાઝોડાના કારણએ મધ્ય પ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં આજે આંધી, વરસાદ, અને ઓળા પડવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ જિલ્લાઓમાં હોશંગાબાદ, બૈતુલ, છિંદવાડા, રાયસેન, નરસિંહપુર, સાગર, છત્તરપુર, ટીકમગઢ, પન્ના દમોહ, સતના, રીવા, સિંગરોલી, શહડોલ,ઉમરિયા, કટની, જબલપુર, સિવની, મંડલા અને બાલાઘાટ સામેલ છે. આ અલર્ટ આગામી 48 કલાકો માટે છે. 

હૈદરાબાદ સ્થિત હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પુરીમાં હાલ વધુમાં વધુ 240 કિમી પ્રતિ કલાકથી 245 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ સમગ્ર ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદ પડે છે. ફાની સંપૂર્ણ રીતે ટકરાશે ત્યારબાદ તેની અસર ઓછી થઈ જશે અને તે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ફંટાઈ જશે. ફાની પસાર થઈ ગયા બાદ રાહત અને બચાવ કાર્ય માટે વિશાખાપટ્ટનમમાં નેવીના 13 વિમાનો અલર્ટ મોડ પર છે. 

ઓડિશામાં ફાની ચક્રવાત પહોંચ્યાની અસર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. વિશાખાપટ્ટનમમાં સમુદ્ર કાંઠે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ દરિયાની ઊંચી લહેરો ઊઠી રહી છે. ફાની તોફાન પસાર થયા બાદ હાલાતને પહોંચી વળવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવની 34 ટીમો તહેનાત કરી છે. આ ટીમો વિઝાગ, ચેન્નાઈ, પારાડિપ, ગોપાલપુર, હલ્દિયા, ફ્રેઝરગંજ અને કોલકાતામાં તહેનાત છે. જ્યારે વિઝાગ અને ચેન્નાઈમાં કોસ્ટ ગાર્ડની ચાર બોટ પણ તહેનાત કરાઈ છે. 

ભુવનેશ્વર સ્થિત ભારતીય હવામાન ખાતાના ડાઈરેક્ટર એચઆર વિશ્વાસના જણાવ્યાં મુજબ ફોની ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠે સવારે 8 વાગે ટકરાયું હતું. કેટલાક જમીની વિસ્તારોમાં પણ તેણે દસ્તક આપી છે. પૂરેપૂરી રીતે ટકરાતા લગભગ 2 કલાક લાગશે. ચક્રવાત ઓડિશાના પુરી નજીક ટકરાયુ છે. તેના ટકરાવવાની પ્રક્રિયા 10.30 કલાક સુધી ચાલુ રહેશે. 

— ANI (@ANI) May 3, 2019

ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું ફાની
ખુબ જ ખતરનાક એવા ફાની તોફાને પુરીના ગોપાલપુર અને ચાંદબલી પાસે પહેલી દસ્તક આપી. આ દરમિયાન 170-180 કિમીથી લઈને 225 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તોફાન પહોંચ્યા બાદના 4-6 કલાક ખુબ વિનાશકારી ગણાઈ રહ્યાં છે. ત્યારબાદ તેની અસર ઓછી થઈ જશે. પીએમ મોદીએ ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને તોફાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

એનડીઆરએફની 81 ટીમો તહેનાત
ફાનીને પહોંચી વળવા માટે એનડીઆરએફની 81 ટીમો તહેનાત કરાઈ છે. આ ટીમોમાં ચાર હજારથી વધુ વિશિષ્ટ કર્મીઓ સામેલ છે. ચક્રવાત ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કરે તેવી આશંકા છે. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું કે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 50 ટીમ પહેલેથી તહેનાત છે. જ્યારે 31 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. ઓડિશામાં પુરીની આસપાસ અત્યાધુનિક સાધનસામગ્રીથી લેસ 28 ટીમો તહેનાત છે. 

આ જ રીતે આંધ્ર પ્રદેશમાં 12 ટીમો અને પ.બંગાળમાં છ ટીમો તહેનાત છે. બાકીની ટીમો કે જેમા પ્રત્યેક ટીમમાં લગભગ 50 કર્મીઓ સામેલ છે તેમને આ રાજ્યોમાં તહેનાત કરાયા છે. ટીમો વધારાની બોટ, સેટેલાઈટ ફોન, ચિકિત્સક સાધનો, દવાઓ, પિકઅપ વાહનો, અન્ય ગેઝેટ્સથી લેસ છે. 

— ANI (@ANI) May 3, 2019

ચક્રવાત ફાની ઓડિશાના તટ પર શુક્રવારે સવારે ટકરાઈ શકે છે. ઓડિશાના ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા, અને જગતપુર સિંહ વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. સમુ્દ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે.  હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સવારે 5.30 કલાકે ફાની પુરીથી 80 કિમી અને ગોપાલપુરથી 65 કિમી દૂર હતું. હવે કહેવાય છે કે તે પુરીથી માત્ર 40 કિમી દૂર છે. સરેરાશ 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફાની કર્વ લેતા કોસ્ટર એરિયા તરફ ઘૂમી રહ્યું છે. જે હિસાબથી 8થી 10 વાગ્યાની વચ્ચે તે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. જ્યારે તે તટ પર ટકરાશે તો આ તોફાનની ઝડપ 180થી 195 કિમી પ્રતિ કલાકની હશે અને 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

ફોની રાત સુધી ઓડિશાના દરિયા કાંઠાના વિસ્તારો પર કહર વર્તાવશે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈ જશે. આખા ઓડિશાના કોસ્ટલ એરિયામાં રાતે લગભગ 2 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 

— ANI (@ANI) May 3, 2019

રાજ્યના મુખ્ય સચિવ એપી પધીએ કહ્યું કે ચક્રવાત ધાર્મિક નગરી પુરીની ખુબ જ નજીક શુક્રવારે સવારે સાડા નવ કલાકે પહોંચે તેવી આશંકા છે અને તેની આ ટકરાવવાની સમગ્ર પ્રક્રિયા ચારથી પાંચ કલાકની રહેશે. મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકોને અપીલ કરી છે કે તેઓ આ દરમિયાન પોતાના ઘરોની અંદર જ રહે અને કહ્યું કે લોકોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 

— ANI (@ANI) May 3, 2019

આ દરમિયાન મળેલી જાણકારી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ ટુકડી અને નેવીએ પણ રાહત વ્યવસ્થામાં પોત પોતાના કર્મીઓને તહેનાત રાખ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ ફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે ચક્રવાતી તોફાન ફાનીને જોતા 34 રાહત ટુકડી અને ચાર કોસ્ટગાર્ડ જહાજને રાહત કાર્ય માટે તહેનાત રખાયા છે. 

નેવીના પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ દિલ્હીમાં કહ્યું કે ભારતીય નેવીના જહાજ સહ્યાદ્રી, રણવીર અને કદમતને રાહત સામગ્રી તથા ચિકિત્સા દળોની સાથે તહેનાત કરાયા છે. જેનાથી ચક્રવાત જ્યારે દરિયાકાંઠે ટકરાય તો તરત રાહત કાર્ય શરૂ થઈ શકે. આ દરમિયાન નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ  ટ્વિટ કરીને ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાર્ટી કાર્યકરોને ચક્રવાત પ્રભાવિતોને મદદ કરવાનું કહ્યું છે. 

જુઓ LIVE TV

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાણકારી આપી કે ગુરુવાર મધ્ય રાત્રિથી ભુવનેશ્વરથી તમામ ફ્લાઈટ અવરજવર અસ્થાયી રીતે રોકી દેવામાં આવશે. શુક્રવાર સવારે કોલકાતા એરપોર્ટથી પણ ઉડાણની અવરજવરને અસ્થાયી રીતે રોકવામાં આવશે અને હાલાત સારા થતા જ વ્યવસ્થા બહાલ કરવામાં આવશે. રેલવેએ ઓડિશામાં ટ્રેન અવરજવર પહેલેથી અસ્થાયી રીતે સ્થગિત કરી છે. 

કેબિનેટ સચિવ પી કે સિન્હાની અધ્યક્ષતામાં એનસીએમીની બેઠક બાદ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઓડિશા સરકારે એનસીએમસીને (રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ) જાણકારી આપી કે 10,000 ગામ અને 52 શહેર તથા કસ્બાઓ આ તોફાનથી પ્રભાવિત થશે. ઓડિશા સરકાર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કામગીરી અગાઉથી જ થઈ રહી છે. સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવતા લોકોને રહેવા માટે લગભગ 900 તોફાન આશ્રય સ્થળો પહેલેથી જ તૈયાર કરી લેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news