નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આગેવાનીમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. એવામાં નવી સરકારમાં પ્રમુખ મંત્રાલયોના પદભાર માટે નામો પર અટકળો ચાલુ થઇ ચુકી છે. ચર્ચા છે કે રેલમંત્રી પીયુષ ગોયલ આગામી નાણામંત્રી હોઇ શકે છે. ગત્ત વર્ષે અરૂણ જેટલીની બિમાર થયાનાં થોડા સમય માટે ગોયલે નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DRDO એ કર્યું આ ખાસ બોમ્બનું પરિક્ષણ, આવી ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો સૌપ્રથમ દેશ !

બીજી તરફ કાયદા તથા માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ અંગે ચર્ચા છે કે તેમને દૂરસંચાર મંત્રી બનાવવામાં આવી શકે છે. આ અગાઉ પણ તેઓ થોડા સમયમ માટે દૂરસંચાર મંત્રાલયનો પદભાર સંભાળી ચુક્યા છે. સુત્રોએ જણાવ્યું કે, જો નવી સરકારમાં અરૂણ જેટલી સ્વાસ્થય કારણોથીન નાણા મંત્રાલયનો પદભાર નહી સંભાળે તો મંત્રાલયનું કામકાજ અંગે અનુભવ રાખનારા કોઇના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી રહેવા દરમિયાન ગોયલે કામચલાઉ બજેટ રજુ કર્યા હતા. 


નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાનો ભંગ, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM
પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી
સુત્રોએ જણાવ્યું કે, જેટલીના બદલે ગોયલ નાણામંત્રી બનાવવામાં આવી શકે છે, કારણ કે તેમણે મંત્રાલયનો પદભાર સંભાળ્યો છે. તેમણે કહ્યું કે, આગામી બજેટ રજુ કરવાનું છે અને આર્થિક સર્વેક્ષણ પણ રજુ કરવામાં આવે છે, તે ઉપરાંત આર્થિક સુસ્તીનો પણ સવાલ છે, એવામાં મોદી કોઇ નવા ચહેરાને તક આપી શકે છે. જો કે મંત્રીઓની નિયુક્તિ અંગે તેના પર ચર્ચાની કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નથી. હાલ આ વિષયે વિચરા વિમર્શ ચાલી રહ્યું છે. 


Lok Sabha Election Result 2019: દેશનાં ટોપ 5 ઉમેદવારો જેઓ 6 લાખથી વધારે લીડથી જીત્યા

હાલના દૂરસંચાર મંત્રી મનોજ સિન્હાએ ગાઝીપુરથી ચૂંટણી હાર્યા બાદ રવિશંકર પ્રસાદને દૂરસંચાર મંત્રી બનાવવામાં આવી શકે છે. રવિશંકર પ્રસાદ બિહારના પટના સાહિબ સંસદીય ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર તરીકે પસંદગી પામી ચુકેલા છે. તેમણે પૂર્વ ભાજપ નેતા અને કોંગ્રેસ ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાને પરાજીત કર્યા છે.