પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી

દિગ્વિજય સિંહે દાવો કર્યો કે વિકાસ મુદ્દે ભોપાલની જનતા સાથે તેમણે જે વચનો આપ્યા છે તેને પુર્ણ કરવા માટે શક્ય દરેક પ્રયાસ કરીશ

પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી

નવી દિલ્હી : દેશની સૌથી હાઇપ્રોફાઇલ સીટ ભોપાલથી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ચૂંટણી હારી ગયા. ચૂંટણી હાર્યા બાદ દિગ્વિજય સિંહે એક પત્રકાર પરિષદ યોજી પોતાના પરાજય અંગે લોકો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના હત્યારાવાળી વિચારધારી જીતી ગઇ અને દેશમાં મહાત્મા ગાંધીની વિચારધારા હારી ગઇ. દિગ્વિજયસિંહે કહ્યું કે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. દિગ્વિજયે કહ્યું કે, વિકાસ મુદ્દે ભોપાલની જનતાને તેમણે વચનો આપ્યા હતા તેને પુરા કરવા માટે અમે દરેક શક્ય પ્રયાસો કરીશ. હું હાર્યો હોવા છતા ભોપાલના લોકો સાથે રહીશ.

— ANI (@ANI) May 24, 2019

દિગ્વિજય સિંહે પરિણામો પહેલા ભાજપની ભવિષ્યવાણી પર સવાલ ઉઠાવ્યા. તેમણે પરેશાની વ્યક્ત કરી કે ભાજપે 2014માં 280 પારનો નારો આપ્યો હતો અને તેટલી જ સીટો પ્રાપ્ત થઇ. 2019માં 300 પારનો નારો આપ્યો અને આ વખતે પણ વાત સાચી સાબિત થઇ. તેમણે કહ્યું કે, ભાજપ પાસે એવી કઇ જાદુની છડી છે જે કહે છે તે પુર્ણ થાય છે. 

રાજનીતિના ચાણક્ય હવે ચલાવશે 'સરકાર', કોણ બનશે ભાજપનો 'નાથ'?
ભાજપની સાધ્વી પ્રજ્ઞાએ પરાજીત કર્યા દિગ્વિજય સિંહને
માલેગાવ બોમ્બ વિસ્ફોટનાં આરોપી અને ભોપાલ લોકસભા સીટ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને 3,64,822 મતોનું ભારે અંતરથી પરાજીત કરીને આ પ્રતિષ્ઠાપુર્ણ ચૂંટણી જીતી ગયા છે. સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર લાગેલી હતી. ચૂંટણી પંચની અધિકારીક જાહેરાત અનુસાર ભાજપ ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરને કુલ 8,66,482 મત મળ્યા જ્યારે તેમના નજીકનાં પ્રતિદ્વંદી કોંગ્રેસનાં દિગ્વિજય સિંહને 5,01,660 મત મળ્યા. આ પ્રકાર પ્રજ્ઞા સિંહ ઠાકુર 3,64,822 મતના મોટા અંતરથી આ પ્રતિષ્ઠાપુર્ણ ચૂંટણીમાં વિજયી જાહેર કરવામાં આવ્યા. ભોપાલ લોકસભા સીટ પર નોટા સહિત કુલ 31 ઉમેદવાર ચૂંટણી મેદાન પર હતા અને 5430 મતદાતાઓએ નોટાનું બટન દબાવવાનું પસંદ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news