નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાનો ભંગ, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM
303 સીટો સાથે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે, હવે નજર નવી સરકારની રચના અને તેના મંત્રીઓ પર છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં એનડીએને નહી પરંતુ ભાજપને જ પુર્ણ બહુમતી મળી ચુકી છે. 303 સીટો સાતે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. હવે નજર નવી સરકારની રચના પર છે. વડાપ્રધાન મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તે અગાઉ મોદી કેબિનેટની અંતિમ બેઠક યોજાઇ હતી. જેમાં સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઇરાની અને બીજા મંત્રી પહોંચ્યા હતા. બેઠકમાં લોકસભાનો ભંગ કરવા સંબંધિત પ્રસ્તાવને મંજુરી આપવાની ઔપચારિક વિધી આટોપી લેવાઇ હતી.
આ અંતિમ કેબિનેટ મિટિંગમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. નાણામંત્રી અરૂણ જેટલી જો કે આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમની નાજુક તબિયતનાં કારણે તેઓ હાલ જાહેર જીવનથી અલિપ્ત છે. કીડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ અરૂણ જેટલીની તબિયતમાં સતત ઉતાર -ચડાવ આવ્યા કરે છે. જેનાં કારણે ડોક્ટર્સની સલાહ અનુસાર જાહેર જીવનથી દુર રહેવાની સલાહ અપાઇ છે.
દિગ્વિજય હારશે તો જળ સમાધી લઇશ તેવું કહી 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ કરનાર બાબા ગાયબ
શનિવારે સાંજે ભાજપ સંસદીય દળની બેઠક થશે. બેઠકમાં નરેન્દ્ર મોદી ઔપચારિક રીતે ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે ચૂંટાશે. ત્યાર બાદ એનડીએની બેઠક થસે. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, રામ વિલાસ પાસવાન સહિત તમામ એનડીએ નેતા અને સાંસદો હાજર રહેશે. આ બેઠકમાં પણ નરેન્દ્ર મોદી એનડીએનાં નેતા તરીકે પસંદ કરવામાં આવશે. ત્યાર બાદ મંત્રી મંડળની રચનાનો પોર્ટફોલિયો લઇને અમિત શાહ શનિવાર અને રવિવારે અલગ અલગ એનડીએ દળો સાથે વિચાર વિમર્શ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે