મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધતુ જાય છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમએલસી નોમિનેટ કરવાનો નિર્ણય ટાળતા હવે આ મુદ્દો ચૂંટણી પંચના હવાલે કરી દીધો છે. રાજ્યપાલ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે ચૂંટણી પંચને ભલામણ કરી છે કે તેઓ જલદી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરે. હવે જો ચૂંટણી પંચ રાજ્યપાલની ભલામણ સ્વીકારી લે તો 28મી મે પહેલા ચૂંટણી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના પત્રમાં રાજ્યપાલ ભગતસિંહ  કોશ્યારીએ ચૂંટણી પંચને કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન દરમિયાન અનેક છૂટ અને ઉપાયોની જાહેરાત કરી છે. તો આવામાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણી કરાવવા સંબંધિત કેટલાક દિશા નિર્દેશો બહાર પાડી શકાય છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાનસભાના કોઈ પણ સદનના સભ્ય નથી અને તેમણે 27મી મે 2020 પહેલા પરિષદમાં ચૂંટાવવાની જરૂર છે તો આવામાં ચૂંટણી પંચ પોતાના તરફથી જલદી કોઈ નિર્ણય લે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube