PM Awas Yojana: સરકારે બનાવ્યા નવા નિયમ, જાણી લો નહીં તો રદ કરવામાં આવશે ફાળવણી
જો તમે પણ પીએમ આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. પીએમ આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમારે આ જાણવું જરૂરી છે
નવી દિલ્હી: PM Awas Yojana: જો તમે પણ પીએમ આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. પીએમ આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમારે આ જાણવું જરૂરી છે કે, તેમાં પાંચ વર્ષ રહેવું ફરજિયાત છે નહીં તો તમને ફાળવેલું આવાસ રદ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, જે આવાસોનુ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ટૂ લીઝ ગણવામાં આવશે અથવા જે લોકો આ એગ્રીમેન્ટ ભવિષ્યમાં કરાવશે તે રજીસ્ટ્રી ગણાશે નહીં.
પીએમ આવાસ અંતર્ગત નિયમોમાં ફેરફાર
ખરેખરમાં સરકાર પાંચ વર્ષ જોશે કે તમે આ આવાસોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોવ તો આ એગ્રીમેન્ટને લીઝ ડીડમાં ફેરવવામાં આવશે. નહિંતર વિકાસ સત્તાધિકારી તમારી સાથેના એગ્રીમેન્ટને સમાપ્ત કરશે. ત્યારબાદ તમે જમા કરેલી રકમ પણ પરત આપવામાં આવશે નહીં. એટલે કે એકંદરે તેમાં ચાલી રહેલી હેરાફેરી બંધ થઈ જશે.
આતંકવાદ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ના કરો... PM મોદીની UNGA માં આ 10 મુખ્ય વાતો
ઘણા એગ્રીમેન્ટ થવાના બાકી છે
કાનપુર પ્રથમ આવી વિકાસ સત્તા છે જ્યાં રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ટૂ લીઝ અંતર્ગત લોકોને આવાસમાં રહેવાનો અધિકાર આપી રહી છે. કેડીએ ઉપાધ્યક્ષ અરવિંદ સિંહની પહેલ પર લગાવેલા કેમ્પમાં પ્રથમ તબક્કામાં 60 લોકોની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. ત્યારે તેમને જણાવ્યું હતું કે, હજુ 10,900 થી વધારે ફાળવેલા આવાસ પર આ આધાર પર એગ્રીમેન્ટ થવાના છે.
1 ઓક્ટોબરથી તમારી સેલેરીમાં થઈ શકે છે ઘટાડો! જાણો સરકારનું નવું સ્ટ્રક્ચર
ફ્રી હોલ્ડ નહીં હોય ફ્લેટ
આ ઉપરાંત તમને જણાવી દઇએ કે, નિયમો અને શરતો અનુસાર, શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા ફેલટ્સ ક્યારેય ફ્રી હોલ્ડ રહેશે નહીં. પાંચ વર્ષ પછી પણ લોકોએ લીઝ પર રહેવું પડશે. તેનાથી ફાયદો થશે કે જે લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર લઈ તેને ભાડે આપતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે.
ગુજરાતના હીરા વેપારીનું હોંગકોંગ કનેક્શન, IT વિભાગે કર્યો 500 કરોડના ખેલનો પર્દાફાશ
શું કહે છે નિયમ?
આ સાથે જ જો કોઈ ફાળવણીકર્તા મૃત્યુ પામે છે તો નિયમ અનુસાર લીઝ ફક્ત પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરવામાં આવશે. અન્ય કોઈ પરિવાર સાથે કેડીએ કોઈ એગ્રીમેન્ટ કરશે નહીં. આ એગ્રીમેન્ટ અંતર્ગત ફાળવણીકારોએ 5 વર્ષ માટે મકાનનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ આવાસોની લીઝ ફરી શરૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube