1 ઓક્ટોબરથી તમારી સેલેરીમાં થઈ શકે છે ઘટાડો! થશે અન્ય ઘણા ફેરફાર, જાણો સરકારની નવી યોજના

કર્મચારી માટે મોટા સમાચાર સામે આવી શકે છે. સરકાર 1 ઓક્ટોબરથી નવો વેજ કોડ લાગુ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, પહેલા આ 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ રાજ્ય સરકારોની અટકળોને કારણે તેને લાગુ કરવામાં આવ્યો નથી

1 ઓક્ટોબરથી તમારી સેલેરીમાં થઈ શકે છે ઘટાડો! થશે અન્ય ઘણા ફેરફાર, જાણો સરકારની નવી યોજના

નવી દિલ્હી: New Wage Code India: કર્મચારી માટે મોટા સમાચાર સામે આવી શકે છે. સરકાર 1 ઓક્ટોબરથી નવો વેજ કોડ લાગુ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, પહેલા આ 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ રાજ્ય સરકારોની અટકળોને કારણે તેને લાગુ કરવામાં આવ્યો નથી. ઝી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, હવે આ નિયમ ઓક્ટોબરમાં લાગુ કરી શકાય છે. જોકે, તમામ રાજ્યોને તેમના ડ્રાફ્ટ રૂલ્સ તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે. તેના અંતર્ગત કર્મચારીઓની સેલેરી, રજાઓ અને કામના કલાકો વગેરેમાં ફેરફાર થશે.

1. વર્ષની રજાઓ વધીને 300 હશે
કર્મચારીઓને મળતી રજા (Earned Leave) ઓ 240 થી વધીને 300 થઈ શકે છે. લેબર કોડના નિયમોમાં ફરેફાર લઇને શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને વેપાર ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ વચ્ચે કેટલીક જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓને મળથી રજા 204 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.

2. બદલાાશે સેલેરી સ્ટ્રક્ચર
નવા વેજ કોડ અંતર્ગત કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ આવશે. તેમની Take Home Salary ઘટાડી શકાય છે. કેમ કે વેજ કોડ એક્ટ (Wage Code Act), 2019 અનુસાર કોઇપણ કર્મચારીની બેઝિક સેલેરી કંપનીના ખર્ચ (Cost To Company-CTC) ના 50 ટકાથી ઓછી હોઈ શકે નહીં. અત્યારે કેટલીક કંપનીઓ બેઝિક સેલેરી ઓછી કરીને ઉપરથી ભથ્થાંમાં વધારે આપે છે જેથી કંપની પર બોજ ઓછો પડે.

3. ભથ્થાંમાં ઘટાડો કરવો પડશે
કોઈપણ કર્મચારીના Cost-to-company (CTC) માં ત્રણથી ચાર કંપોનેટ હોય છે. બેઝિક સેલેરી, હાઉસ રેન્ટ એલાઉન્સ, રિટાયરમેન્ટ બેનિફિટ્સ જેમ કે, PF, ગ્રેજ્યુટી અને પેન્શન અને ટેક્સ બચાવતા ભથ્થાં જેમ કે, LTA અને એન્ટરટેનમેન્ટ એલાઉન્સ. હવે નવા વેજ કોડમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ભથ્થાં કુલ સેલેરીથી કોઈપણ કિંમત પર 50 ટકાથી વધારે નહીં હોઈ શકે. એવામાં જો કોઈ કર્મચારીની સેલેરી 50,000 રૂપિયા મહિને છે. 

એવામાં તેની બેઝિક સેલેરી 25,000 રૂપિયા હોવી જોઈએ અન બાકીના 25,000 રૂપિયા તેના ભથ્થાંમાં આવવા જોઈએ. એટલે કે, અત્યાર સુધી જે કંપનીઓ બેઝિક સેલેરીને 25-30 ટકા રાખતી હતી અને બાકીનો ભાગ એલાઉન્સનો હતો, તે હવે બેઝિક સેલેરીના 50 ટકાથી ઓછો નહીં રાખી શકે. એવામાં કંપનીઓને નવા વેજ કોડના નિયમો લાગુ કરવા માટે કેટલાક ભથ્થાંમાં ઘટાડો કરવો પડશે.

4. નવા વેજ કોડમાં શું ખાસ
નવા વેજ કોડમાં કેટલીક એવી જોગવાઈઓ આપવામાં આવી છે, જેની ઓફિસમાં કામ કરનાર સેલેરીડ ક્લાસ, મિલ અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો સુધી અસર પડશે. કર્મચારીઓની સેલેરીથી લઇને તેમની રજાઓ અને કામ કરવાના કલાકોમાં પણ ફેરફાર થશે. આવો જાણીએ નવા વેજ કોડમાં કઈ જોગવાઈઓ છે જેના લાગુ થયા બાદ તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે.

5. કામના કલાકો વધશે અને વીકલી ઓફ પણ વધશે
નવા વેજ કોડ અંતર્ગત કામના કલાકો વધીને 12 થઈ જશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે, સૂચિત લેબર કોડમાં કહેવામાં આવ્યું છે કે, અઠવાડિયાના 48 કલા કામ કરવાનો નિયમ લાગુ પડશે. હકીકતમાં, કેટલાક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે તેના પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ રહેશે, જો કોઈ વ્યક્તિ દિવસના 8 કલાક કામ કરશે તો તેને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે.

જો કોઇ કંપની દિવસમાં 12 કલાક કામને કરાવે છે તો બાકી 3 દિવસ તેને કર્મચારીઓને રજા આપવી પડશે. જો કામના કલાક વધે છે તો કામના દિવસ પણ 6 ની જગ્યાએ 5 અથવા 4 થશે. પરંતુ આ માટે કર્મચારી અને કંપની બંને વચ્ચે કરાર હોવો પણ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news