PM Kisan Scheme: ખેડૂતો માટે ખાસ ખબર...આ મહિને એકાઉન્ટમાં આવશે 2 હજાર રૂપિયા, ફટાફટ કરો આ કામ
આ નાણાકીય વર્ષના બીજા ઓગસ્ટ-નવેમ્બરના હપ્તા અંતર્ગત 10.27 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ પહોંચી ગઈ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો પાસે 2000 રૂપિયા મેળવવાની તક છે.
PM Kisan Samman Nidhi, how to earn money: જે ખેડૂતો પીએમ કિસાન (PM Kisan) જે ખેડૂતોએ આગાઉના અઠવાડિયામાં આ યોજનામાંથી નોંધણી કરાવી છે તેમને લાભ મળશે. જો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને બેંક અકાઉન્ટમાં આવવાના છે. (PM KISAN 10th installment) એટલે 2000 રૂપિયા ઝડપથી તમારા એકાઉન્ટમાં આવી જશે.
સરકાર ખેડૂતોની મદદ માટે દર વર્ષે 6000 રૂપિયાની મદદ કરે છે. (PM Kisan installment) આ સહાયને કેન્દ્ર સરકાર 2000-2000 રૂપિયાના હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા (DBT) કરે છે. અત્યાર સુધી 9 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુક્યા છે.
ખેડૂતોને કેવી રીતે મળશે 200 રૂપિયાની મદદ
ખેડૂતોએ આગામી હપ્તા (PM KISAN 10 મો હપ્તો) માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 હતી. (PM કિસાન નોંધણી તારીખ) જો તમે સમયસર તેના માટે અરજી કરી હોય તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં 2,000 રૂપિયા તમારા ખાતામાં પહોંચી જશે.
12.14 કરોડ ખેડૂત પરિવારો આ યોજનામાં જોડાયા છે
હકીકતમાં, આ નાણાકીય વર્ષના બીજા હપ્તા એટલે કે ઓગસ્ટ-નવેમ્બર હેઠળ 10.27 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 12.14 કરોડ ખેડૂત પરિવારો યોજના હેઠળ જોડાયેલા છે. 30 નવેમ્બર સુધીમાં બાકીના ખેડૂતોના ખાતામાં પણ પૈસા પહોંચી જશે.
કયા ખેડૂતોને નથી મળતો આ યોજનાનો ફાયદો
PM Kisan Samman Nidhi અંતર્ગત માત્ર એ જ ખેડૂતોને ફાયદો મળે છે, જેની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકર ખેતીલાયક જમીન છે. હવે સરકારે હોલ્ડિંગ મર્યાદા નાબૂદ કરી છે. સરકારે Income tax Return ફાઈલ કરવાવાળા વ્યક્તિને પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) થી બહાર કર્યા છે. આ સિવાય વકીલ, ડોક્ટર, CA ને પણ આ યોજનાનો લાભ મળતો નથી.
Gujju Ben Na Nasta: 77 વર્ષના ગુજ્જુ દાદી કોરોનાકાળમાં બન્યા સફળ બિઝનેસવુમન, કરે છે લાખોની કમાણી
નોંધણી કેવી રીતે કરવી તે જાણો
તમારા પાસે બેંક ખાતા નંબર હોવો ફરજિયાત છે કારણ કે સરકાર ખેડૂતોને DBT થકી રૂપિયા ટ્રાન્સફર કરે છે. તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે કનેક્ટ હોવું જોઈએ. તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેના વગર તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. પીએમ કિસાનની વેબ સાઈટ pmkisan.gov.in પર તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો આધાર લિંક કરવા માટે Farmer Corner ના વિકલ્પ પર જાઓ અને Edit Aadhaar Detail ના વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube