Gujju Ben Na Nasta: 77 વર્ષના ગુજ્જુ દાદી કોરોનાકાળમાં બન્યા સફળ બિઝનેસવુમન, કરે છે લાખોની કમાણી

ઉર્મિલાદાદીએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. પણ હાર ન માની અને સમગ્ર પરિવારની હિંમત બન્યા. દીકરીનું માત્ર 2.5 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. અનેક વર્ષો બાદ તેમનો એક પુત્ર બ્રેઈન ટ્યૂમર અને બીજો પુત્ર હ્રદયની બીમારીથી મૃત્યુ પામ્યા. તેમના પાસે જો કોઈ બચ્યું તો તે હતો માત્ર પૌત્ર હર્ષ. 

Gujju Ben Na Nasta: 77 વર્ષના ગુજ્જુ દાદી કોરોનાકાળમાં બન્યા સફળ બિઝનેસવુમન, કરે છે લાખોની કમાણી

ઝી બ્યૂરો: દુનિયામાં દરેક ક્ષેત્રે પુરુષોની બોલબાલા છે પણ આજના સમયમાં હવે મહિલાઓ પણ કોઈથી કમ નથી. જો મનમાં ધારી લે તો ભલે ગમે તે ઉંમર હોય પરંતુ સપના સાચા કરવાની હિંમત મહિલાઓમાં પણ છે. મહિલાઓએ અનેક પડકારોનો સામનો કરીને બીજાને પ્રેરણા આપતા કાર્ય પાર પાડ્યા છે. આવા જ એક મહિલા કે જેમણે 77 વર્ષની ઉંમરે પોતાના સપના સાકાર કર્યા. 

મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો, કામધંધા બંધ હતા, લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી, ચારેબાજુ લોકડાઉન હતું ત્યારે મુંબઈના પ્રાર્થના સમાજ રોડ પર બનેલા કે.એન. ભાટિયા ચાલમાં રહેતા 77 વર્ષના ઉર્મિલાબેન જમનાદાસ આશરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને તેને સફળતાના મુકામે પહોંચાડ્યો. The Better India ના એક અહેવાલ મુજબ ઉર્મિલા દાદી સવારે 5.30 વાગે ઉઠે છે. વહુ રાજશ્રી અને પૌત્ર હર્ષ માટે ચા નાસ્તો બનાવે છે. નાસ્તો કરતા કરતા અખબાર વાંચે છે. ત્યારબાદ 7 વાગ્યાથી રસોડામાં કામે લાગે છે. તેમના બનાવેલા નમકીન, ખાખરા વગેરે મુંબઈના લોકો ખુબ પસંદ કરે છે. રાજશ્રી અને અન્ય એક વ્યક્તિની મદદથી ગુજ્જુબેન બપોરથી ઘરમાં બનાવેલી વસ્તુની ડિલિવરી શરૂ કરે છે. 

ઉર્મિલાદાદીએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. પણ હાર ન માની અને સમગ્ર પરિવારની હિંમત બન્યા. દીકરીનું માત્ર 2.5 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. અનેક વર્ષો બાદ તેમનો એક પુત્ર બ્રેઈન ટ્યૂમર અને બીજો પુત્ર હ્રદયની બીમારીથી મૃત્યુ પામ્યા. તેમના પાસે જો કોઈ બચ્યું તો તે હતો માત્ર પૌત્ર હર્ષ. 

જો કે જિંદગી જાણે ઉર્મિલાદાદીની પરીક્ષાઓ લેવાનું બંધ કરતી જ નહતી. હર્ષ આશર એમબીએ થયા બાદ નોકરી કરવા લાગ્યા. 2014માં નોકરી છોડીને અફના કોર્પોરેટ અને મર્ચેન્ડાઈઝનો બિઝનેસ શરૂ કર્યો. પણ 2019માં હર્ષનો અકસ્માત થઈ ગયો. અકસ્માતના કારણે હર્ષનો ચહેરો બગડી ગયો અને સર્જરી કરાઈ. આ દુર્ઘટનાના કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. ઘરમાંથી બહાર જવાનું બંધ કરી દીધુ. આર્થિક ટેકો પણ મળતો બંધ થઈ ગયો. 

પડતા પર પાટું જેવી સ્થિતિ ત્યારે પેદા થઈ જ્યારે કોરોનાકાળ શરૂ થઈ ગયો. કોવિડના કારણે હર્ષ આશરે ફેબ્રુઆરી 2020માં પોતાની દુકાન બંધ કરવી પડી. પણ આ સ્થિતિમાં પણ હર્ષને દાદીએ હિંમત આપી. ઉર્મિલા દાદીએ હર્ષને કહ્યું કે તે તો ફક્ત તારો અપર લિપ અને બિઝનેસ ગુમાવ્યો છે પણ મે તો મારા ત્રણ બાળકો ગુમાવ્યા છે અને હજુ પણ અડીખમ છું. આમ દાદીએ દરેક રીતે મદદ કરવાનું પૌત્રને આશ્વાસન આપ્યું. 

ગુજ્જુ બેનના નાસ્તા બિઝનેસ 2020માં શરૂ થયો અને મુંબઈની જનતામાં લોકપ્રિય બન્યા. Zomato, Swiggy માં લિસ્ટિંગથી લઈને પોતાની વેબસાઈટ, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો સુધી પહોંચવા લાગ્યા. દાદીના નાસ્તા દરેક માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા છે. હર્ષે દાદીને ગુજ્જુબેનના નાસ્તાનો આઈડિયા આપ્યો. માર્ચ 2020માં ઉર્મિલાબેન અથાણું બનાવતા હતા અને હર્ષે પૂછ્યું કે શું તેઓ મોટા પાયે અથાણું બનાવી શકે અને આ અથાણાનો આઈડિયા કામ કરી ગયો. 

હાથો હાથ 500 કિગ્રા જેટલું અથાણું વેચ્યા બાદ થેપલા, ઢોકળા, પુરણપોળી, હલવો, સાબુદાણા ખિચડી જેવા નાસ્તાનો બિઝનેસ શરૂ કર્યો. દાદી-પૌત્રની જોડી મહિને 3 લાખથી વધુની કમાણી કરે છે. દાદી રોજના 12-14 કલાક રસોડામાં જ વિતાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news