નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ 'School Education in 21st Century' પર એક સંમેલનને સંબોધિત કર્યું. તેમણે આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે કહ્યું કે આ નીતિ નવા ભારતની, નવી આશાઓની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમ છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ પાછળ છેલ્લા ચાર પાંચ વર્ષની આકરી મહેનત છે. દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેના પર દિવસ રાત કામ કર્યું છે. પરંતુ હજુ આ કામ પૂરું થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking: રિયા ચક્રવર્તી જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી


પીએમ મોદીએ  'School Education in 21st Century' કોન્કલેવમાં નવી શિક્ષણ નીતિ વિશે કહ્યું કે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાની અંદર નવી શિક્ષણ નીતિ વિશે 15 લાખ સલાહ મળી છે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. તેમના તણાવને ઓછો કરવા માટે અને Exploratory શિક્ષણને પ્રોત્સાહન અપાયું છે. 


Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો


સંબોધનની મુખ્ય વાતો...


1. છેલ્લા ત્રણ દાયકામાં દુનિયાનું દરેક ક્ષેત્ર બદલાઈ ગયું, દરેક વ્યવસ્થા બદલાઈ ગઈ. 
2. આ ત્રણ દાયકામાં આપણા જીવનનો કદાચ જ કોઈ પક્ષ હોય જે પહેલા જેવો હશે.
3. જે માર્ગ પર ચાલીને સમાજ ભવિષ્ય તરફ આગળ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે હજુ પણ જૂની પૂરાણા માર્ગે ચાલી રહી હતી, હવે તો કામની અસલ શરૂઆત થઈ છે. 

આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી

4. હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એટલી જ પ્રભાવી રીતે લાગુ કરવાની છે અને આ કામ આપણે બધાએ મળીને કરવાનું છે. 
5. મને ખુશી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાના આ અભિયાનમાં આપણા પ્રિન્સિપાલ્સ અને શિક્ષણ સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે. 
6. થોડા દિવસ પહેલા દેશભરના શિક્ષકો પાસેથી MyGov પર તેમના સૂચનો માંગ્યા હતાં, એક અઠવાડિયાની અંદર જ 15 લાખથી વધુ સૂચનો મળ્યાં. 


Indo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક

7. આ સૂચનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધુ પ્રભાવી રીતે લાગુ કરવામાં મદદ કરશે. 
8. બાળકોમાં Mathematical Thinking અને Scientific Temperament વિક્સે તે ખુબ જરૂરી છે. 
9. Mathematical Thinking નો અર્થ માત્ર એ નથી કે બાળકો Mathematicsના પ્રોબ્લમ જ સોલ્વ કરે, પરંતુ આ એક વિચારવાની રીત છે. 
10. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત બાદ લોકોના મનમાં અનેક સવાલ થાય છે. અને તે સ્વાભાવિક પણ છે. 
11. આજે આપણે બધા એક એવી ક્ષણનો હિસ્સો બની રહ્યા છીએ જે દેશના ભવિષ્યના નિર્માણનો પાયો નાખી રહી છે. 


મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય

12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને નવી દિશા આપનારી છે. 
13. કેટલાય પ્રોફેશન છે જેમના માટે Deep Skillsની જરૂર હોય છે. પરંતુ આપણે તેને મહત્વ આપતા નથી. 
14. NEP ને એ પ્રકારે તૈયાર કરાઈ છે જેથી કરીને સિલેબસને ઓછો કરી શકાય અને ફન્ડામેન્ટલ ચીજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. 
15. આપણે આપણા વિદ્યાર્થીઓને 21મી સદીની ક્ષમતાઓ સાથે આગળ વધારવાના છે. 


ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube