ગાંધીનગરથી ભણેલા મહિલા IPSને PM મોદીનો સવાલ, ટેક્સટાઈલ અને ટેરર...કેવી રીતે ગુજારો કરશો?
પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય માનવી પર પ્રભાવ પેદા કરવો છે કે સામાન્ય માનવીમાં પ્રેમનો સેતુ જોડવો છે તે નક્કી કરી લો. જો તમે પ્રભાવે પેદા કરશો તો તેની ઉંમર બહુ નાની હોય છે. પરંતુ પ્રેમનો સેતુ જોડશો તો તમે રિટાયર થશો ત્યારે પણ જ્યાં તમારી પહેલી ડ્યૂટી હશે ત્યાંના લોકો તમને યાદ કરશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વાત કરી. દેશની સેવામાં સામેલ થવા જઈ રહેલા આ અધિકારીઓને પીએમ મોદીએ ટ્રેનિંગ પ્રક્રિયાથી લઈને લોકતંત્ર અને યોગ સુધીનું મહત્વ સમજાવ્યું. આ દરમિયાન તેમણે ટ્રેઈની અધિકારીઓ સાથે સંવાદ પણ કર્યો. તેમણે આ અધિકારીઓને 'સિંઘમ' બનવાની ના પાડી અને કહ્યું કે 'પ્રેમનો સેતુ' જોડો. પીએમ મોદીએ બિહાર કેડરની ટ્રેઈની આઈપીએસ તનુશ્રીને મજેદાર અંદાજમાં ટેક્સટાઈલ અને ટેરરનો ફરક સમજાવ્યો.
LAC પર આર્મી ચીફ નરવણેએ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા, આપ્યું મોટું નિવેદન
તનુશ્રી ગાંધીનગરથી ભણી છે ટેક્સટાઈલ ડિઝાઈન
તનુશ્રીએ પીએમ મોદીને કહ્યું કે તે બિહારથી છે અને ગાંધીનગરથી ટેક્સટાઈલ ડિઝાઈનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જેના પર પીએમ મોદીએ કહ્યું કે "તમે ગુજરાત જઈને આવ્યાં છો." તનુશ્રીને જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટિંગ મળ્યું છે. તો પીએમ મોદીએ કહ્યું કે "ટેક્સટાઈલ અને ટેરર...કેવી રીતે ગુજારો કરશો." જેના પર તનુશ્રીએ કહ્યું કે તેમને ખુબ સારી ટ્રેનિંગ મળી છે. ત્યારે પીએમ મોદીએ સમજાવતા કહ્યું કે "જુઓ ટેક્સટાઈલમાં તાર જોડવાના હોય છે અને ટેરરમાં તાર તોડવાના હોય છે. તો અલગ અલગ પહેલુના કામ કરવા પડશે તમારે."
ડ્રેગનને હવે નાપાક હરકતો પર મળશે ભારતનો 'રશિયન' જવાબ, જાણો AK-203ની ખાસિયતો
પીએમ મોદીએ જણાવ્યું કે એક પોલીસકર્મી કેવો હોવો જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય માનવી પર પ્રભાવ પેદા કરવો છે કે સામાન્ય માનવીમાં પ્રેમનો સેતુ જોડવો છે તે નક્કી કરી લો. જો તમે પ્રભાવે પેદા કરશો તો તેની ઉંમર બહુ નાની હોય છે. પરંતુ પ્રેમનો સેતુ જોડશો તો તમે રિટાયર થશો ત્યારે પણ જ્યાં તમારી પહેલી ડ્યૂટી હશે ત્યાંના લોકો તમને યાદ કરશે કે 20 વર્ષ પહેલા એક એવો યુવા ઓફિસર આવ્યો હતો કે જે અમારી ભાષા તો નહતો જાણતો પરંતુ તેણે પોતાના વ્યવહારથી લોકોના દિલ જીતી લીધા હતાં. તમે એકવાર જનસામાન્યના દિલ જીતશો તો તેમનો દ્રષ્ટિકોણ આપોઆપ બદલાઈ જશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube