ડ્રેગનને હવે નાપાક હરકતો પર મળશે ભારતનો 'રશિયન' જવાબ, જાણો AK-203ની ખાસિયતો
Trending Photos
નવી દિલ્હી: ભારત અને રશિયા વચ્ચે AK 203 રાઈફલની ખરીદી માટે ડીલ થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના મોસ્કો પ્રવાસ દરમિયાન આ ડીલ પર મહોર લાગી ગઈ છે. AK 203 રાઈફલ AK-47નું એડવાન્સ્ડ વર્ઝન છે. ભારતીય સેનાને 7 લાખ 70 હજાર AK 203 રાઈફલની જરૂરિયાત છે. જેમાંથી એક લાખ AK 203 રાઈફલો રશિયાથી આયાત કરાશે.
દુનિયાની સૌથી ખતરનાક રાઈફલ છે કલાશ્નિકોવ
છેલ્લા 70 વર્ષથી એકે 47 એટલે કે ઓટોમેટિક કલાશ્નિકોવ ( Kalashnikov) દુનિયાનું સૌથી જાણીતુ હથિયાર છે. એકે સીરિઝની રાઈફલો ચલાવવામાં સરળ છે અને તેને તૈયાર અને ફાયર કરવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તથા સેંકડો મીટર દૂર સુધી તેની ગોળીઓ ઘાતક હુમલો કરી શકે છે.
અટક્યા વગર સતત ફાયરિંગ કરી શકે છે કલાશ્નિકોવ
Kalashnikov રાઈફલનું નિશાન અચૂક હોય છે અને અટક્યા વગર સતત ફાયરિંગ કરવાની કાબેલિયતના કારણે દરેક સૈનિકનું ભરોસાપાત્ર હથિયાર બને છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પણ ભારતીય સુરક્ષાદળોની પહેલી પસંદ એકે 47 રાઈફલ રહી છે. ભારતીય સેનાના એન્ટી ટેરર ફોર્સ રાષ્ટ્રીય રાઈફલ્સના ઝંડામાં પણ એકે 47ને જગ્યા અપાઈ છે.
ભારતીય સેનાઓને વધુ ઘાતક બનાવવા માટે હવે નવા હથિયારોથી લેસ કરવામાં આવી રહી છે. આ માટે 47 રાઈફલોને રિપ્લેસ કરીને વધુ આધુનિક 203 રાઈફલ આપવા પર કામ ચાલુ છે.
AK-47નું એડવાન્સ્ડ વર્ઝન છે AK-203
Kalashnikov કંપનીના ટેક્નોલોજી વિશેષજ્ઞ મિખાઈલ જણાવે છે કે આ રાઈફલ પહેલા કરતા વધુ આધુનિક અને નવા જમાના પ્રમાણે બનાવવામાં આવેલી રાઈફલ છે. AK-203 રાઈફલ પર પહેલાની AK-47 રાઈફલોની જેમ ભરોસો થઈ શકે છે. ખુબ જ જરૂરી હોય છે કે એક સૈનિક પોતાના હથિયાર પર સંપૂર્ણ ભરોસો કરી શકે.
60 ગોળીઓવાળી મેગેઝીન લાવી શકાય છે
તેમણે કહ્યું કે એકે 203માં 30ની જગ્યાએ 60 ગોળીઓવાળી મેગેઝીન લગાવી શકાય છે. તેનાથી તે પહેલા કરતા વધુ સમય સુધી દુશ્મનોનો મુકાબલો કરી શકશે. હવામાન ગમે તેટલું ખરાબ હોય, બરફ પડતો હોય કે ધૂળ ડમરી ઉડતી હોય એકે 203 દરેક મૌસમમાં કામ કરશે. દાવો છે કે એકે 203 જૂની ગનની સરખામણીમાં 30 ટકા વધુ સટીક નિશાન લગાવી શકે છે.
અમેઠીમાં બનશે 7.5 લાખ એકે 203 રાઈફલ
સમજૂતિ મુજબ ભારત અને રશિયા ભેગા થઈને ઉત્તર પ્રદેશના અમેઠીમાં એકે સીરિઝની સૌથી આધુનિક રાઈફલ બનાવશે. Make In India હેઠળ અહીં સાડા સાત લાખ રાઈફલ બનાવવામાં આવશે. રશિયાના ફેડરલ મિલેટ્રી Cooperation ના ડાઈરેક્ટર દિમિત્રી સુગાયેવ કહે છે કે AK203થી આપણને વધુ સફળતા મળશે. તે બીજી રાઈફલો કરતા અલગ છે. ભારત પહેલો એવો દેશ છે જેની સાથે મળીને Kalashnikov રાઈફલ બનાવશે.
રશિયાના સ્પેશિયલ ફોર્સિસ પોતાના મિશન પર AK-203 પર કરે છે ભરોસો
રશિયાની સ્પેશિયલ ફોર્સિસ પોતાના મિશન માટે સો ટકા સટીકતા સાથે મિશનને પૂર્ણ કરવા માટે આ હથિયાર પર ભરોસો કરે છે. હવે ભારતીય સેના પણ શત્રુઓ વિરુદ્ધ આ રાઈફલનો ઉપયોગ કરશે.
મિખાઈલ કલાશ્નિકોવે કરી હતી ડિઝાઈન
AK 203 જૂની AK 47નો નવો અવતાર છે. AK 47નું આખુ નામ Automatic Kalashnikov(કલાશ્નિકોવ) 47 છે. આ રાઈફલનું નિર્માણ વર્ષ 1947માં શરૂ થયું હતું. તેનું નામ મિખાઈલ કલાશ્નિકોવના નામ પરથી પડ્યું હતું. જેમણે આ રાઈફલને ડિઝાઈન કરી હતી.
નાઈટ વિઝનવાળા કેમેરા લગાવી શકાય છે
ભારતીય સૈનિકો ચોવીસ કલાક આતંકીઓ સામે લડવા તૈયાર રહે છે. આથી AK 203 રાઈફલમાં નાઈટ વિઝન એટલે કે રાતે જોવામાં મદદ કરનારા ઉપકરણો પણ લગાવી શકાય છે. દુનિયાના 100થી વધુ દેશોમાં AK સિરીઝની રાઈફલો ઉપયોગમાં લેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે