PM મોદીના ભાષણ પર બોલ્યા ઓવૈસી- ચીન પર બોલવાનું હતુ, ચણા પર બોલી ગયા, ઈદ પણ ભૂલ્યા
અસદુદ્દીન ઓવૈસીએ લખ્યુ, આજે ચીન પર બોલવાનું હતુ, બોલી ગયા ચણા પર. હકીકતમાં, તેની જરૂરીયાત પણ હતી કારણ કે તમારા આયોજન વગરના લૉકડાઉને ઘણાને ભૂખ્યા છોડી દીધા છે. તહેવારોને લઈને પણ ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદીના સંબોધન પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો હતો. તેમાં ખાસ ફોકસ કોરોના વાયરસ અને લૉકડાઉન પર રહ્યું હતું. પરંતુ તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પીએમ ચીનના મુદ્દે પણ કંઇ બોલી શકે છે. સંબોધનમાં ચીનનો ઉલ્લેખ ન થવા પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યુ કે, આજે ચીન પર બોલવાનું હતુ, બોલી ગયા ચણા પર.
ટ્વીટર હેન્ડલ પીએમઓ ઈન્ડિયાને ટેગ કરતા અસદુદ્દીન ઓવૈસીએ લખ્યુ, આજે ચીન પર બોલવાનું હતુ, બોલી ગયા ચણા પર. હકીકતમાં, તેની જરૂરીયાત પણ હતી કારણ કે તમારા આયોજન વગરના લૉકડાઉને ઘણાને ભૂખ્યા છોડી દીધા છે. તહેવારોને લઈને પણ ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદીના સંબોધન પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ કહ્યુ, તમે આગામી મહિને આવનારા ઘણા પર્વ-તહેવારોનું નામ લીધુ પરંતુ બકરી ઇદ ભૂલી ગયા. છતાં પણ તમને પેશગી ઈદ મુબારક.
સંબોધન બાદ કોંગ્રેસનો પ્રધાનમંત્રી પર હુમલો, કહ્યું- ચીનનું નામ લેવાથી ડરે છે મોદી
શું બોલ્યા પીએમ મોદી
ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે સંબોધનમાં કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, અનલૉક-1 બાદ બેદરકારી વધી છે, જે ચિંતાનું કારણ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, જો કોરોનાથી થનાર મૃત્યુદરને જોઈએ તો દુનિયાના અનેક દેશોની તુલનામાં ભારતની સ્થિતિ કાબુમાં છે. સમય પર કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય નિર્ણયથી ભારતમાં લાખો લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે. પરંતુ જ્યારથી દેશમાં અનલોક 1 થયું છે, વ્યક્તિગત અને સામાજીક વ્યવહારમાં બેદરકારી પણ વધી રહી છે. પહેલા માસ્કને લઈને, બે ગજની દૂરીને લઈને, 20 સેકેન્ડ સુધી દિવસમાં ઘણીવાર હાથ ધોવાને લઈને સતર્ક હતા.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube