સંબોધન બાદ કોંગ્રેસનો પ્રધાનમંત્રી પર હુમલો, કહ્યું- ચીનનું નામ લેવાથી ડરે છે મોદી

ચીનનો ઉલ્લેખ ન થવા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, ચીનની ટીકા કરવાની વાત ભૂલી જાવ, પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં તેનું નામ લેવાથી પણ ડરે છે.   

Updated By: Jun 30, 2020, 06:03 PM IST
સંબોધન બાદ કોંગ્રેસનો પ્રધાનમંત્રી પર હુમલો, કહ્યું- ચીનનું નામ લેવાથી ડરે છે મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં તેમણે કોરોના વાયરસ અને લૉકડાઉનમાં છૂટ પર વિસ્તારથી વાત કરી હતી. પરંતુ શક્યતા હતી કે પીએમ મોદીના સંબોધનમાં ભારત-ચીન તણાવ વચ્ચે પણ વાત થશે. પરંતુ તેમ ન થયું. ચીનનો ઉલ્લેખ ન થવા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, ચીનની ટીકા કરનારી વાત ભૂલી જાવ, પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ કરવાથી પણ ડરે છે. કોંગ્રેસે તે પણ કહ્યુ કે, પ્રધાનમંત્રીનું સંબોધન કોઈ સરકારી સૂચના હોઈ શકતી હતી. 

કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર પણ લગાવી છે, જેમાં ચીન વિશે લખવામાં આવ્યું છે. તસવીર પર લખ્યું છે ચીન ભારતની સરહદમાં 423 મીટર સુધી ઘુસી આવ્યું છે. કોંગ્રેસ પ્રમાણે 25 જૂન સુધી ભારતીય સરહદમાં ચીનના 16 ટેન્ટ અને ટરપોલિન છે. ચીનનું એક મોટુ શેલ્ટર છે, સાથે આશરે 14 ગાડીઓ છે. કોંગ્રેસે પૂછ્યુ કે શું પ્રધાનમંત્રી તેનો ઇનકાર કરી શકે છે.? કોંગ્રેસે તે પણ કહ્યુ કે, ભાજપને એવા નેતાની જરૂર છે જે અસફળતાનો સ્વીકાર કરે અને તેમાં સુધારાની તક બચી હોય. તેવા નેતાની જરૂર નથી જે મુશ્કેલીને ભૂલી જાય અને તેના પર વાત કરવાથી બચે. 

આ સાથે કોંગ્રેસે તે પણ કહ્યું કે, જાણીને ખુશી થઈ કે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આગ્રહ પર ધ્યાન આપ્યું છે, જેમાં ગરીબોને મફત અનાજ આપવાની યોજનાને આગળ વધારવાની માગ કરવામાં આવી હતી. 

ભારતના ગામના સરપંચ હોય કે દેશના પીએમ, કોઈ નિયમોથી ઉપર નહીં, વાંચો પીએમ મોદીની 10 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથે તણાવ અને પેટ્રોલના વધતા ભાવને લઈને સરકારને ઘેરી હતી. રાહુલે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને કહ્યુ કે, છેલ્લા ત્રણ મહિનામાં 22 વખત ભાવ વધારવામાં આવ્યા છે. તો ચીનને લઈને કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, પીએમ જણાવે કે ચીનની સેનાને તે ક્યારે અને કઈ રીતે કાઢશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube