ચાઈબાસા: ઝારખંડના ચાઈબાસામાં પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે પાંચ વર્ષ પહેલા જે આત્મવિશ્વાસ સાથે ઝારખંડે જે મજબુત સરકારને સમર્થન આપ્યું હતું, તે સંકલ્પ આજે પણ અધિક ઉર્જા સાથે સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન  સાંધતા કહ્યું કે મહામિલાવટવાળા લોકો એકજૂથ થઈને રોદણા રડી રહ્યાં છે. જૂઠ્ઠાણું અને અફવા ફેલાવી રહ્યાં છે. પરંતુ જનતા તેમને સમજી ચૂકી છે. દેશને મજબુત સરકાર અને મજબુત વડાપ્રધાન જોઈએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: 2014માં PM મોદી બોક્સિંગ રિંગમાં ઉતર્યા, પણ કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો'


પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે થોડા દિવસ અગાઉ નામદાર પરિવારને સચ્ચાઈ જણાવી તો તેમની વચ્ચે તોફાન આવી ગયું. તેમણે દેશને બરબાદ કર્યો તે વાતને 21મી સદીના યુવાઓને ખબર હોવી જોઈએ. પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંકતા કહ્યું કે 5 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને બે તબક્કાનું બાકી છે. જો તમારામાં હિંમત હોય તો પૂર્વ વડાપ્રધાન કે જેમના પર બોફોર્સનો આરોપ છે, તે મુદ્દે આવો મેદાનમાં... જો તમારામાં હિંમત હોય તો તેમના માન-સન્માનના મુદ્દે દિલ્હીમાં ચૂંટણી લડીએ. 


તેમણે કહ્યું કે ભોપાલમાં હજારો લોકો જે ગેસ લીકમાં માર્યા ગયા હતાં ત્યારના તત્કાલિન વડાપ્રધાને જે કામ કર્યું હતું તે બધાની સામે આવી જશે. દમ હોય તો ભોપાલ હોય, કે દિલ્હી, પંજાબ હોય... તેમના માન સન્માનના મુદ્દે થઈ જાય ચૂંટણી, આ મારો પડકાર છે. કોંગ્રેસ અને તેમના મહામિલાવટી સાથીઓએ જે રીતે દેશને જકડ્યો હતો, તેને તોડવામાં અમે સફળ થયા છીએ. દેશમાં કેવી રીતે સાર્થક પરિવર્તન આવ્યું તેનું ઉદાહરણ ઝારખંડ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...