VIDEO: 2014માં PM મોદી બોક્સિંગ રિંગમાં ઉતર્યા, પણ કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું. પીએમ મોદી પર તેમણે આકરા પ્રહારો કર્યાં.
Trending Photos
ભીવાની: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું. પીએમ મોદી પર તેમણે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે હું ભીવાનીમાં તમારા મનની વાત કરવા આવ્યો છું. હું તમારો આદેશ સંભળાવવા આવ્યો છું. બોક્સિંગ માટે મીની ક્યુબા કહેવાતા આ શહેરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભિવાનીમાં હું બોક્સિંગની વાત કરીશ. હું કોલેજમાં બોક્સિંગ કરતો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં પીએમ મોદી બોક્સિંગ રીંગમાં ઉતર્યા પરંતુ પોતાના કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો.
તેમણે કહ્યું કે બોક્સર નરેન્દ્ર મોદીએ બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ માટે લડવાનું હતું પરંતુ તેની જગ્યાએ તેમણે પોતાના કોચ અડવાણી અને તેમની ટીમ ગડકરી, જેટલી ઉપર નિશાન સાધ્યું. ત્યારબાદ તેએ ભીડમાં ગયાં અને નાના વેપારીઓ તથા ખેડૂતોને પંચ માર્યાં.
#WATCH Rahul Gandhi in Bhiwani,Haryana: Narendra Modi the boxer was supposed to fight unemployment,farmer problems,corruption etc but he instead turned around & punched his coach Advani ji,his team Gadkari ji Jaitley ji, then went into crowd and punched small traders and farmers pic.twitter.com/jiJAmVxqzO
— ANI (@ANI) May 6, 2019
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ સેનાના રાજનીતિકરણના નિવેદન ઉપર ભિવાનીની જનતાની માફી માંગવી જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે હું મરી જઈશ પરંતુ સેનાના રાજનીતિકરણનો ઉપયોગ નહીં કરું.
જુઓ LIVE TV
અમેઠીમાં ચાલુ છે મતદાન
આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલુ છે. લોકસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં અમેઠીમાં પણ મતદાન થઈ રહ્યું છે. રાહુલ ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના સ્મૃતિ ઈરાની મેદાનમાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં છે. સ્મૃતિએ આજે એક ટ્વિટ કરીને કહ્યું કે, 'એલર્ટ ઈસીઆઈએસવીઈઈપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં છે.'
તેમણે એક ટ્વિટને ટેગ કરી જેમાં એક વીડિયોમાં વૃદ્ધ મહિલા જબરદસ્તીથી કોંગ્રેસના પક્ષમાં મતદાન કરાવવાનો આરોપ લગાવી રહી છે. વીડિયોમાં કથિત મહિલા કહી રહી છે કે 'હાથ પકડ કર જબરદસ્તીથી પંજા પર ધર દહિન, હમ દેહે જાત રહિન કમલ પર' આ મામલે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ ચૂંટણી પંચના અધિકારીઓનો મળી નથી.
(ઈનપુટ-ANIમાંથી પણ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે