નવી દિલ્હી/ હોશંગાબાદઃ વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના લોકોને માદી પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે કે તેઓ મોદીની હત્યા કરવા સુધીનું સપનું જોવા લાગ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધુનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે, "મેં સાંભળ્યું છે કે કોંગ્રેસના એક બહાદ્દુરે કહ્યું છે કે મોદીને એવો છક્કો મારો કે સરહદ પાર જઈને મરે. કોંગ્રેસના લોકોને મોદી પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે કે તેઓ મોદીને મારી નાખવા સુધીના સપના જોવા લાગ્યા છે. કોંગ્રેસ એ ભુલી ગઈ છે કે મોદી તરફથી સમગ્ર હિન્દુસ્તાનની જનતા બેટિંગ કરી રહી છે."


ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ 


કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પીએમમે કહ્યું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશના ખેડૂતો પાસેથી એમ કહીનો વોટ લીધા હતા કે 10 દિવસમાં રૂ. 2 લાખ સુધીનું ધિરાણ માફ કરીશું. આ 10 દિવસ ક્યારે પુરા થશે એ કહેવા કોઈ તૈયાર નથી. યુવાનોને બેરોજગારી ભત્થાની વાત પણ હજુ સુધી હવામાં છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આજે એવા લોકોની પડખે ઊભી છે જે એમ કહે છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાન હોવો જોઈએ. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...