નવી દિલ્હી : અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, હાલનાં સમયમાં માત્ર બે નેતાઓ એવા છે ,જે જરૂર પડ્યે જોખમ ઉઠાવતા નથી ગભરાતા. તેમણે કહ્યું કે, આપણે બંન્ને દેશોએ એક બીજાને નવી દ્રષ્ટીએ જોવું જોઇએ. પોમ્પિઓએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, થોડા અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદી તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ લડવાનું આહ્વાન કરી રહ્યા હતા. અમે તે જોઇને ખુશ થયા કે સંયુક્ત રાષ્ટ્રપ્રતિબંધ સમિતીએ મસુદ અઝહરને ગત્ત અઠવાડીયે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની મોટી કૂટનીતિક જીત, પાક.-ચીન સહિત 55 દેશોનું UNSCમાં સમર્થન
માઇકે આગળ કહ્યું કે, ભારતે આતંકવાદનું સમર્થન આપનારા પેલેસ્ટાઇન બિન સરકારી સંગઠન (એનજીઓ)ની વિરુદ્ધ હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન કરી તે દર્શાવે છે કે આતંકવાદને પુરસ્કૃત કરવાનું ખોટું છે. ભારત વિશ્વ મંચ પર મહત્તમમાં મહત્તમ પોતાનું પ્રેઝન્સ દરશાવી રહ્યું છે અને અમેરિકા તેનું સ્વાગત કરે છે. 


PM ના વખાણ કરનારા પૂર્વ કોંગ્રેસ નેતા અબ્દુલ્લાકુટ્ટી ભાજપમાં જોડાયા
S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...
પોમ્પિઓએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બુધવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી અને ભારત તથા અમેરિકાની વચ્ચે રણનીતિક ભાગીદારને પ્રગાઢ બનાવવા માટે દ્વિપક્ષીય સંબંધોના અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરી. પોમ્પિઓ મંગળવારે અહીં પહોંચ્યા હતા. મંત્રી પોમ્પિઓએ ભારત-અમેરિકા સંબંધનાં અલગ અલગ પાસાઓ પર વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવા માટે તેમની સાથે મુલાકાત યોજી.


હવે સુમંત કુમાર ગોયલ RAW ચીફ, અરવિંદ કુમારને મળી IB ની જવાબદારી
વડાપ્રધાન મોદીએ ઓસાકમાં યોજાનારા જી20 શીખર સમ્મેલન ઉપરાંત અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરશે. રણનીતિક રીતે મહત્વનાં ભારત-અમેરિકા સાથે ચર્ચા પહેલા મંગળવારે રાજદ્વારી સુત્રોએ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી ખરીદવા માટે અમેરિકી પ્રતિબંધોથી છુટની શરતો પુરી કરે છે.