ભારતની મોટી કૂટનીતિક જીત, પાક.-ચીન સહિત 55 દેશોનું UNSCમાં સમર્થન
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના અસ્થાઇ સભ્યપદ માટે એશિયા પ્રશાંત સમુહના 55 દેશોએ સર્વસમ્મતીથી ભારતને સમર્થન આપ્યું
Trending Photos
ન્યૂયોર્ક : ભારતની એક મોટી કુટનીતિક જીત હેઠળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી) માં ભારતની અસ્થાઇ સભ્યતા માટે 55 દેશોનાં એશિયા પ્રશાંત સમુહે સર્વસંમતીથી પોતાનું સમર્થન આપ્યું છે. આ સમુહમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ભારતના ઉમેદવારનું સમર્થન કરનારા દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડોનેશિયા, ઇરાન, જાપાન, કુવૈત, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાંમાર, નેપાળ, કતર, સઉદી અરબ, શ્રીલંકા, સીરિયા, તુર્કી, સંયુક્ત અરબ અમીરાત અને વિયતનામનો સમાવેશ થાય છે.
ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારામારી
પંદર રાષ્ટ્રીય પરિષદ 2021-22 સત્ર વચ્ચે પાંચ અસ્થાઇ સભ્યોની ચૂંટણી આવતા વર્ષે થશે. ભારતીય ઉમેદવારનું સમર્થન કરનારા દેશોનો આભાર વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાઇ પ્રતિનિધિત્વ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીન કર્યું, સર્વસમ્મતિથી ઉઠાવવામાં આવ્યું પગલું. એશિયા પ્રશાંત સમુહે સર્વસંમતીથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અસ્થાઇ સભ્યપદનાં 2021-22 સત્રનાં બે વર્ષનાં કાર્યકાળ માટે ભારતની દાવેદારીનું સમર્થન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે