Coronavirus: PM મોદીની જનતા પાસે સહયોગની અપીલ, જાહેર કર્યો પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર
પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો સામાનો કરવા માટે લોકો પાસે મદદની અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને ``પીએમ કેયર્સ ફંડ`માં સહયોગ આપવાની અપીલ કરી છે.
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો સામાનો કરવા માટે લોકો પાસે મદદની અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને ''પીએમ કેયર્સ ફંડ'માં સહયોગ આપવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તમારો સહયોગ સ્વસ્થ ભારતનું નિર્માણ કરશે. પીએમએ પીએમ કેયર્સ ફંડનો એકાઉન્ટ નંબર પણ જાહેર કર્યો.
પીએમ મોદીએ પોતાના એક ટ્વિટમાં કહ્યું કે ''ભારતના સ્વસ્થ નિર્માણ માટે ઇમરજન્સી ફંડની સ્થાપના કરવામાં આવી છે. તમામ લોકો આ ફંડમાં પોતાનું અંશદાન કરી શકે છે. લોકોને મારી અપીલ છે કે તે પીએમ કેયર્સ ફંડમાં પોતાનો સહયોગ આપે. પીએમ કેયર્સ ફંડ નાનામાં નાના ફંડ અંશદાન સ્વિકાર કરે છે. આ ઇમરજન્સી મેનેજમેન્ટ ક્ષમતાને વધુ મજબૂતી પુરી પાડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર