Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- `વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર`
ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ DCGI દ્વારા ભારતમાં બે રસી (Corona Vaccine) ને મંજૂરી મળવા બદલ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. DCGIએ આજે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક(Bharat Biotech)ની કોરોના રસીને મંજૂરી આપી. ભારતમાં કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધની લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે.
વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર
ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે. DCGIએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની રસીને મંજૂરી આપીને એક સ્વસ્થ અને કોરોના મુક્ત રાષ્ટ્ર માટેનો માર્ગ મોકળો કર્યો છે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube