નવી દિલ્હી: કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે લાવવામાં આવેલા કેટલાક બિલો (Agriculture Bill ) પર ખુબ હોબાળો મચી ગયો છે. કેન્દ્ર સરકારમાં શિરોમણી અકાલી દળના કોટાથી મંત્રી બનેલા હરસિમરત કૌર બાદલે બિલના વિરોધમાં રાજીનામું પણ ધરી દીધુ. પંજાબ અને હરિયાણામાં ઠેર ઠેર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. વિપક્ષી દળો પણ સરકાર પર બજારોને ખતમ રકવાના અને ખેડૂતો માટે મુસિબતો વધારવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો 'ખેડૂતોને દગો' કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે જે વચેટિયા હોય છે, તેઓ ખેડૂતોની  કમાણીનો મોટો ભાગ પોતે રાખી લે છે અને તેમને આ વચેટિયાઓથી બચાવવા માટે આ બિલ લાવવા ખુબ જરૂરી હતા. આ બિલ ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના વિજયનો 'સેતુ'!, ચૂંટણી કાળમાં PM મોદીએ બિહારને ફરીથી આપી મોટી ભેટ 


આખરે કૃષિ બિલ અંગે ખેડૂતો કેમ આટલા ચિંતાતૂર છે? સાથે જાણો સરકારના તર્ક અને જવાબ


વિરોધ કરનારા ચૂંટણી વાયદા ભૂલી ગયા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 'ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે મોટી મોટી વાતો કરતા હતાં, લેખિતમાં કરતા હતાં, પોતાના ઘોષણાપત્રમાં નાખતા હતાં અને ચૂંટણી બાદ ભૂલી જતા હતાં. અને આજે જ્યારે એ જ ચીજો એનડીએ સરકાર કરી રહી છે, ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે, તો તેઓ જાત જાતના ભ્રમ ફેલાવી રહ્યા છે. જે APMC એક્ટને લઈને આવ્યા હતાં તેઓ હવે રાજનીતિ કરે છે, એગ્રીકલ્ચર માર્કેટની જોગવાઈઓમાં ફેરફારનો વિરોધ કરે છે. તે ફેરફારની વાત આ લોકોએ પોતાના ઘોષણાપત્રમાં પણ લખી હતી પરંતુ હવે જ્યારે એનડીએ સરકારે આ ફેરફાર કર્યો તો તેઓ તેના વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે.'



સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીએ કહ્યું કે હું આજે દેશના ખેડૂતોને નમ્રતાપૂર્વક એક સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે તમે કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન પડો. આ લોકોથી દેશના ખેડૂતોએ સતર્ક રહેવાનું છે. જેમણે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું અને આજે જે ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે તેવા લોકોથી સાવધાન રહો. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લોકો ખેડૂતોની રક્ષાનો ઢંઢેરો પીટી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ ખેડૂતોને અનેક બંધનોમાં જકડી રાખવા માંગે છે. તેઓ વચેટીયાઓને સાથ આપે છે, તે લોકો ખેડૂતોની કમાણીને વચમાં લૂંટનારાઓનો સાથ આપી રહ્યા છે. આ દેશની જરૂરિયાત છે અને સમયની માગણી છે. ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, રાષ્ટ્રના નિર્માણમાં બધાને સશક્ત કરવા એ અમારી જવાબદારી છે. આજે જેટલા પણ પ્રોજેક્ટ્સ શરૂ કરાયા છે તે બધા આ જવાબદારીનો ભાગ છે. 


વધુમાં તેમણે કહ્યું કે 'ખેડૂતોને પોતાની ઉપજ દેશમાં ગમે ત્યાં, કોઈને પણ વેચવાની આઝાદી આપવી, ખુબ ઐતિહાસિક પગલું છે. 21મી સદીમાં ભારતના ખેડૂતો બંધનોમાં નહીં, ખુલીને ખેતી કરશે. જ્યાં મન થશે ત્યાં પોતાનો પાક વેચશે. કોઈ પણ વચેટિયાના ભરોસે રહેશે નહીં અને પોતાની ઉપજ, પોતાની આવક પણ વધારશે.'


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube