8 કરોડ ઉજ્વલના કનેક્શનનું લક્ષ્યાંક પુર્ણ: PMએ કહ્યું તમામ લક્ષ્યાંકો સમય પહેલા પુર્ણ કર્યા
ઓરંગાબાદની આયેશા શેખને 8 કરોડમું કનેક્શન આપતા વડાપ્રધાને કહ્યું કે જે સંકલ્પ લીધો હતો તે પુર્ણ કર્યો
ઓરંગાબાદ : ચંદ્રયાન-2 મિશન મુદ્દે જે થયું તેમ છતા વૈજ્ઞાનિકો આત્મવિશ્વાસથી ભરપુર છે. વૈજ્ઞાનિકો હવે તેમાંથી પાઠ ભણીને આગળ વધવા મુદ્દે પ્રતિબદ્ધ છે. ઇસરો જેવી પ્રતિબદ્ધતા સાથે જ જીવનનાં દરેક સંકલ્પને પુર્ણ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શનિવારે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં 8 કરોડમું ઉજ્વલા ગેસ કનેક્શન આપતા આ વાત કરી હતી.
NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
મહારાષ્ટ્રનાં ઓરંગાબાદમાં વિકાસ યોજના અંગેના એક કાર્યક્રમને સંબોધિત કરતા જ્યારે ઇમાનદારી અને સાફ નિયતથી કામ કરવામાં આવે છે, તો પ્રયાસોમાં કોઇ ઉણપ નહી રાખવામાં આવે. તમે ચંદ્રયાન મુદ્દે જે થયું, તેનાથી પરિચિત હશે. આપણા વૈજ્ઞાનિકોએ એક મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં એક બાધા આવી ગઇ. આ મિશન માટે વૈજ્ઞાનિક ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા. કાલે રાત્રે અને આજે સવાર વચ્ચે હતો. તેઓ ભાવુક હતા, પરંતુ સાથે જ આત્મવિશ્વાસથી ભરપુર હતા કે હવે વધારે ઝડપથી કામ કરવાનું છે, જે થયું તેમાંથી ઘણુ શીખવું જોઇએ, શીખીને આગળ વધવાનું છે. ઇસરો જેવી પ્રતિબદ્ધતા સાથે જ દેશ આગળ વધારી શકાય છે, લોકોનાં જીવનને સરળ બનાવવામાં આવી શકે છે.
મુંબઇ: PM મોદીએ નવી મેટ્રો લાઈન અને સ્વદેશી મેટ્રો કોચનું ઉદ્ધાટન કર્યું
Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ, જાણો શું છે અત્યાર સુધીની સિદ્ધિઓ
ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
વડાપ્રધાને કહ્યું કે, અલગ અળગ ક્ષેત્રમાં આવા લગણશીલ લોકોની પ્રતિબદ્ધતાના કારણ દેશનાં દરેક ગામ સુધી વિજળી પહોંચાડવી, 8 કરોડ પરિવારોને ગેસ કનેક્શ આપવું, એવામાં અનેક કામ સમય પહેલા પુર્ણ થઇ ચુક્યું છે. હવે ખુબ જ ઝડપથી સમગ્ર દેશ ખુલામાં શૌચથી મુક્ત જાહેર કરવા તરફ વધી રહ્યું છે. 2022 સુધી અમે ગરીબને છત આપવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ તે તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે દેશનાં ગામો અને શહેરોમાં લગભગ 1 કરોડ 80 લાખ ઘર બનાવી ચુક્યા છે. મને વિશ્વાસ છે કે 2022 સુધીમાં આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવીશું, ત્યારથી લઇને આપણે જે સંકલ્પ આપણે લીદા છે, તે જરૂર પુર્ણ થશે.
મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી
7 મહિના પહેલા જ પુર્ણ કર્યું 8 કરોડ ગેસ કનેક્શનમાંથી 44 લાખ તો માત્ર મહારાષ્ટ્રમાં જ અપાયા છે. આ અનોખી સિદ્ધિ માટે હું આપ તમામ બહેનોને જેમને ધુમાડામાંથી મુક્તિ મળી છે, ખુબ જ શુભકામનાઓ આપુ છુ, હાર્દિક અભિનંદ કરુ છું. ઓરંગાબાદની આયેશા શેખને 8 કરોડમું કનેક્શન આપતા વડાપ્રધાને કહ્યું કે, ઉજ્વલા યોજના હેઠળ 8 કરોડ મફત ગેસ કનેક્શન આપવાનો જે સંકલ્પ આપણે લીધો હતો, તે સિદ્ધ થયો છે. માત્ર સિદ્ધ જ નહી થયું પરંતુ નિશ્ચિત સમયના 7 મહિના પહેલા જ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે.