નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ફરી એકવાર દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં.' પ્રધાનમંત્રી મોદીએ 'દો ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી'ના મંત્ર પણ ન ભૂલવાની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અરૂણાચલ પ્રદેશના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા, 2 સપ્ટેમ્બરથી હતા ગુમ


પ્રધાનમંત્રીનો મંત્ર
પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહું છું, યાદ રાખો, કૃપા કરીને મારી વાતને પણ અનુસરો. જુઓ, જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં. દો ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી, આ મંત્રને ભૂલવાના નથી. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઇએ.


આ પણ વાંચો:- NCBએ ત્રણ શંકાસ્પદ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યા, બોલીવુડ કનેક્શનનું ખુલશે રહસ્ય?


કોરોનાથી હમેશાં સતર્ક રહેવાનું છ: PM મોદી
પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બની તૈયાર થયેલા ઘરોના ઉદ્ઘાટન કાર્ય દરમિયાન લોકોને કોરોનાથી હમેશાં સતર્ક રહેવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દવાની વાત કરવાની સાથે સંદેશ આપ્યો છે છે કે જ્યાં સુધી વેક્સીન આવતી નથી, ત્યાં સુધી લોકો વધારે સાવધાની રાખે.


આ પણ વાંચો:- મુસ્લિમ છાત્રોને આતંકના માર્ગ પર મોકલનાર શંકાસ્પદ મહિલા આતંકી સામે ચાર્જશીટ દાખલ


આવાસ યોજનાના લાભાર્થિઓને પીએમનું સંબોધન
પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થિઓને સંબોધિત કરતા કહ્યું, તમને બધા મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે, આ ઘર તમારા સારા ભવિષ્ય માટે નવો આધાર છે. અહીંથી તમે તમારા નવા જીવનની શરૂઆત કરો. તમારા બાળકોને, તમારા પરિવારને હવે તમે નવી ઉંચાઈયો પર લઇ જાઓ. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે. (ઇનપુટ- આઇએએનએસ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર