શ્રીનગરઃ Srinagar Terrorist Attack: શ્રીનગરમાં થયેલા આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્તૃત જાણકારી માંગી છે અને શહીદ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. પીએમ મોદી આ સમયે વારાણસીમાં છે. શ્રીનગરના પંથા ચોક વિસ્તારના ઝેવનમાં આતંકીઓએ સાંજે આશરે 5.30 કલાકે પોલીસ બસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ બસમાં સવાર 14 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે જવાનોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો ઝેવાન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે. વહેલી સવારે શ્રીનગરના જ રુગરત વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.


વેક્સીન સર્ટિફિકેટથી હટાવવામાં આવે મોદીનો ફોટો, કોર્ટે- શું તમને PM પર શરમ આવે છે?


આતંકી હુમલામાં જવાનોની શહીદી પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube