વેક્સીન સર્ટિફિકેટથી હટાવવામાં આવે મોદીનો ફોટો, કોર્ટે- શું તમને PM પર શરમ આવે છે?

Kerala HC asks petitioner if ashamed of PM? અરજદારે આક્ષેપ કર્યો હતો કે રસીકરણ પ્રમાણપત્ર તેની અંગત જગ્યા છે અને તેના પર તેનો ચોક્કસ અધિકાર છે. એમ પીટરના જણાવ્યા અનુસાર, કોરોના સર્ટિફિકેટમાં કોઈનો ફોટો નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

વેક્સીન સર્ટિફિકેટથી હટાવવામાં આવે મોદીનો ફોટો, કોર્ટે- શું તમને PM પર શરમ આવે છે?

કોચ્ચિઃ કેરલ હાઈકોર્ટ (Kerala High Court) એ એક અરજી પર સુનાવણી દરમિયાન અરજીકર્તાના તે વિરોધ પર સવાલ કર્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની તસવીરને કોરોના વેક્સીન સર્ટિફિકેટ  (COVID-19 Vaccination Certificate) માંથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન દરમિયાન કોર્ટે અરજીકર્તાને પૂછ્યુ કે શું તેને દેશના પ્રધાનમંત્રી પર શરમ આવે છે. 

તસવીર લગાવવામાં શું ખોટુ છે: HC
જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યુ કે, પ્રધાનમંત્રીને આ દેશની જનતાએ ચૂંટ્યા છે અને તેથી વેક્સીનેશન સર્ટિફિકેટ પર તેમની તસવીર લગાવવામાં શું ખોટુ છે. જસ્ટિવ પીવી કુન્હીકૃષ્ણને તે જોતા અરજીકર્તા, ખુદ જવાહરલાલન નેહરૂ ઇન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપમાં કાર્યરત છે, તેમણે તેના પર સ્પષ્ટતા માંગી હતી કે વેક્સીન સર્ટિફિકેટ પર વર્તમાન પીએમ મોદીનો ફોટો પીએમ હોવો, પૂર્વ પીએમ જવાહરલાલન નેહરૂના નામ પર વિશ્વવિદ્યાલયના નામકરણથી કેમ અલગ છે. 

જસ્ટિસે ટિપ્પણી કરી, જો પ્રધાનમંત્રી મોદીનું નામ વેક્સીન પ્રમાણપત્ર પર છે તો શું સમસ્યા છે? તમે પણ જવાહરલાલ નેહરૂના નામ પર એક સંસ્થામાં કામ કરો છો, તે પણ એક પ્રધાનમંત્રી છે. પછી વિશ્વવિદ્યાલયથી તેમનું નામ હટાવવા માટે કેમ કહેતા નથી?'

વિદેશોનો હવાલો
જ્યારે અરજીકર્તાના વકીલે કોર્ટને જણાવ્યું કે, અન્ય દેશોમાં આવી કોઈ પ્રથા નથી, તો જસ્ટિસે મૌખિક રૂપથી ટિપ્પણી કરતા કહ્યુ- તેને પોતાના પ્રધાનમંત્રી પર ગર્વ ન હોઈ શકે. અમને અમારા પ્રધાનમંત્રી પર ગર્વ છે. 

કોર્ટે આગળ કહ્યું- તમે (અરજીકર્તા) પ્રધાનમંત્રીથી કેમ શરમ છે? તે લોકોના જનાદેશથી સત્તામાં આવ્યા. આપણા અલગ-અલગ રાજકીય વિચાર હોઈ શકે છે, પરંતુ આ તથ્યથી ઇનકાર ન કરી શકાય કે તે હજુ પણ દેશ એટલે કે આપણા પ્રધાનમંત્રી છે. 

PMનો ફોટો ખાનગી જગ્યાએ ઘુસાડ્યોઃ અરજીકર્તા
અરજદારના વકીલ એમ પીટરે કહ્યું, "પ્રમાણપત્ર એ એક 'ખાનગી સ્થળ' છે જેમાં વ્યક્તિગત વિગતો રેકોર્ડ કરવામાં આવે છે. એટલા માટે તેના પર કોઈપણનો ફોટો કોઈ વ્યક્તિની પ્રાઈવસીમાં દખલ કરવા જેવો છે, જે યોગ્ય નથી. પ્રમાણપત્રમાં વડાપ્રધાનનું ચિત્ર ઉમેરવું એ વ્યક્તિની અંગત જગ્યામાં ઘૂસણખોરી કરવા સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news