નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા મૈત્રી સેતુ પુલ (Maitri Setu) નું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ ત્રિપુરામાં અનેક અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સેતુથી સંબંધ મજબૂત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૈત્રી સેતુથી ભારત-બાંગ્લાદેશની મિત્રતા થઈ મજબૂત
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે મારા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મે અને શેખ હસીનાજીએ મળીને ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે જોડનારા બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેનું લોકાર્પણ થયું છે. આ પુલથી અમારી મિત્રતા મજબૂત થઈ છે. જે બંને દેશોમાં આર્થિક ગતિવિધિઓને પણ વધુ મજબૂત કરશે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આ સેતુ બાંગ્લાદેશમાં કનેક્ટિવિટીમાં સુધાર કરશે. તે બંને દેશોના લોકો વચ્ચે સંચારમાં પણ સુધાર કરશે. 


ત્રિપુરામાં કનેક્ટિવિટી વધારવા પર ભાર
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ત્રિપુરાની કનેક્ટિવિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 3 વર્ષમાં ઝડપથી સુધારો થયો છે. એરપોર્ટનું કામ હોય, કે સમુદ્રના રસ્તે ત્રિપુરાને ઈન્ટરનેટથી જોડવાનું કામ હોય કે પછી રેલ લિંક તેમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે મૈત્રી સેતુ ઉપરાંત અન્ય સુવિધાઓ જ્યારે બની જશે તો નોર્થ ઈસ્ટ માટે કોઈ પણ પ્રકારના સપ્લાય માટે આપણે ફક્ત રોડ માર્ગ પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે જળ માર્ગ દ્વારા એક વૈકલ્પિક માર્ગ મળે, તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. 


પીએમ મોદીએ ત્રિપુરાની પૂર્વ સરકારો પર સાધ્યું નિશાન
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજથી ત્રણ વર્ષ પહેલા તમે લોકોએ એક નવો ઈતિહાસ રચ્યો હતો અને સમગ્ર દેશને મજબૂત સંદેશ આપ્યો હતો. દાયકાઓથી રાજ્યના વિકાસને રોકનારી નકારાત્મક શક્તિઓને હટાવીને ત્રિપુરાના લોકોએ એક નવી શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે 2017માં તમે ત્રિપુરામાં વિકાસનું ડબલ એન્જિન લગાવવાનો નિર્ણય લીધો. આ ડબલ એન્જિનના નિર્ણયના કારણે જે પરિણામ નીકળ્યા તે આજે તમારી સામે છે. આજે ત્રિપુરા જૂની સરકારના 30 વર્ષ અને ડબલ એન્જિનની 3 વર્ષની સરકારમાં આવેલા ફેરફારને સ્પષ્ટ રીતે અનુભવી રહ્યું છે. 


2014 બાદ 12 હજાર કરોડથી વધુની મદદ
પીએમ મોદીએ કહ્યું કે જે ત્રિપુરાને હડતાળ કલ્ચરે વર્ષો પાછળ ધકેલી દીધુ હતું તે આજે Ease of Doing Business માટે કામ કરી રહ્યું છે. જ્યાં એક સમયે ઊદ્યોગોમાં તાળા મારવાની સ્થિતિ આવી ગઈ હતી ત્યાં હવે નવા ઉદ્યોગો, નવા રોકાણ માટે જગ્યા બની રહી છે. તેમણે આગળ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં ત્રિપુરાને કેન્દ્ર સરકારથી મળનારી રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2009થી 2014 વચ્ચે કેન્દ્ર સરકાર પાસેથી ત્રિપુરાને કેન્દ્રીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 3500 કરોડ રૂપિયાની મદદ મળી હતી. જ્યારે વર્ષ 2014 થી 2019 વચ્ચે 12 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ કરાઈ છે. 


ત્રિપુરાથી બાંગ્લાદેશ જવું સરળ
ફેની નદી પર બનેલો 1.9 કિલોમીટર લાંબો મૈત્રી સેતુ પુલ ભારતમાં સબરૂમને બાંગ્લાદેશના રામગઢ સાથે જોડે છે. આ પુલના ઉદ્ધાટન બાદ ત્રિપુરાથી બાંગ્લાદેશના ચટગાંવ પોર્ટ જવું સરળ થઈ ગયું. જે સબરૂમથી ફક્ત 80 કિલોમીટર દૂર છે. પીએમઓના જણાવ્યાં મુજબ આ પુલનુ નિર્માણ 133 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ અને Infrastructure Development Corporation Limited દ્વારા કરાયું છે. 


Kolkata Fire: અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મમતાએ ઉઠાવ્યા રેલવે પર સવાલ 


BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube