Kolkata Fire: અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મમતાએ ઉઠાવ્યા રેલવે પર સવાલ 

પશ્ચિમ બંગાળ (West Bengal) ના કોલકાતામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવાર સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના 13મા માળ પર લાગેલી આગ (Fire) માં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. 

Kolkata Fire: અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મમતાએ ઉઠાવ્યા રેલવે પર સવાલ 

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના કોલકાતામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવાર સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના 13મા માળ પર લાગેલી આગ (Fire) માં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં 2 રેલવે પોલીસકર્મી પણ સામેલ છે. પીએમ મોદી (PM Modi) એ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને PMNRF માંથી 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવાની મંજૂરી આપી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી. 

પીએમ મોદી (PM Modi) એ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિજનોને 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી છે. 

— Narendra Modi (@narendramodi) March 9, 2021

બિલ્ડિંગમાં રેલવેની ઓફિસ
કોલકાતા (Kolkata) પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના સાંજે 6:10 વાગે ઘટી. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેનું ઝોનલ કાર્યાલય છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક કમ્યુટરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મૃતકોમાં 4 ફાયરકર્મીઓ, બે રેલવેકર્મીઓ અને એક પોલીસકર્મી પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ બધા લિફ્ટથી ઉપર જઈ રહ્યા હતા પરંતુ અધવચ્ચે જ લાઈટ જતી રહી. પૂર્વ રેલવેએ જણાવ્યું કે સોમવારે રાતે 11 વાગે આગ પર કાબૂ મેળવી લેવાયો. 

— ANI (@ANI) March 8, 2021

નક્શો ન દેખાડી શક્યું રેલવે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અડધી રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત એક સભ્યને નોકરી પણ આપવાનું કહ્યું. મમતા બેનર્જીએ આ દુર્ઘટના માટે રેલવેને પણ જવાબદારી ઠેરવ્યું અને કહ્યું કે આ પ્રોપર્ટી રેલવેની છે. તેની જવાબદારી હતી પરંતુ આમ છતાં તેઓ બિલ્ડિંગનો નક્શો ઉપલબ્ધ કરાવી શક્યા નહીં. હું આ દુ:ખદ ઘટના પર રાજનીતિ કરવા માંગતી નથી પરંતુ રેલવે વિભાગથી અહીં કોઈ આવ્યું નહીં. 

— Piyush Goyal (@PiyushGoyal) March 8, 2021

રેલવે મંત્રીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું, તપાસના આદેશ
રેલવે મંત્રી પિયુષ ગોયલે આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આ ત્રાસદીમાં ચાર ફાયરકર્મીઓ, બે રેલવેકર્મી અને એક ASI સહિત 9 લોકોના જીવ ગયા છે. તેમના પરિજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. જીએમ સહિત રેલવેના અધિકારી ઘટનાસ્થળ પર છે અને રાહત તથા બચાવકાર્ય માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે તમામ લોકોની સુરક્ષા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છીએ. પિયુષ ગોયલે કહ્યું કે આગના કારણોની જાણકારી મેળવવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસના આદેશ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news