સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત
ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે. આજના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે
નવી દિલ્હી: ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે. આજના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા કેટલીક મોટી જાહેરાત કરી હતી. તેમણે આ મહાન દિવસ પર રાષ્ટ્રિય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કર્યો છે.
આ પણ વાંચો:- PM મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત, જાણો ડિટેલ
પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન કર્યું લોન્ચ
74માં સ્વાતંત્રતા દિવસ પર પીએમ મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કર્યું છે. આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશમાં વધુ એક મોટા અભિયાનની શરૂઆત થઇ રહી છે. તે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે.
આ પણ વાંચો:- ‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા
Independence Day: કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત લહેરાવ્યો ધ્વજ? જાણો ઇતિહાસ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર