‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા

લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. દેશવાસીઓમાં જુસ્સો આવે તે માટે તેઓએ અનેક નવા સંકલ્પો લેવડાવ્યા 

‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા

ઝી મીડિયા/બ્યૂરો :લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. કોરોનાકાળમાં થાકેલા દેશવાસીઓમાં જુસ્સો આવે તો માટે તેઓએ લાલ કિલ્લા પરથી અનેક નવા સંકલ્પો લેવડાવ્યા છે. તો સાથે જ અનેક યોજનાની જાહેરાતો પણ કરી છે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે. કોરોનાકાળમાં લોકો ઘર બેસીને સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે પીએમ મોદી (Narendra Modi) નું સંબોધન લોકોને નવુ બળ આપે તેવું છે. તેઓએ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓ માટે અનેક નવી જાહેરાતો કરી છે. સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને નવા સંકલ્પ લેવડાવ્યા છે. ભારતનો વિકાસ આગળ વધે તેવી જાહેરાતો કરી છે. ત્યારે પીએમ મોદીના સંબોધનની 10 મહત્વની વાતો જાણીએ. 


પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી અપાશે. તે સ્વાસ્થ્ય ખાતા તરીકે કામ કરશે. તમારો દરેક ટેસ્ટ, દરેક બીમારી, ક્યારે કઈ દવા લીધી હતી, તમારો રિપોર્ટ તમામ માહિતી આ આઈડીમાં સામેલ કરાશે. નેશનલ ડિજીટલ હેલ્થના માધ્યમથી હોસ્પિટલમાંથી દરેક તકલીફોમાઁથી મુક્તિ મળશે


નવી યોજનાની જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટમાં 110 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે. તે માટે અલગ અલગ સેક્ટરમાં લગભગ 7 હજાર પ્રોજેક્ટની ઓળખ કરાઈ છે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળશે. નવી સદી માટે હવે આગળ વધવુ પડશે. આ સાથે સમુદ્રી તટના સમગ્ર હિસ્સામાં ફોર લેન રોડ બનાવવાની દિશામાં કામ કરીશું.


6 લાખથી વધુ ગામામં ઓપ્ટીકલ ફાયીબર નેટવર્ક પહોંચાડવામાં આવશે. 1000 દિવસોમાં આ કામ પૂરુ કરી દેવામાં આવશે. બદલતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ પર આપણી નિર્ભરતા વધતી જઈ રહી છે. તેથી તેમાં ખતરો પણ જોડાયેલો છે. આ માટે ભારત સતર્ક છે. ઓછા સમયમાં નવી સાયબર સુરક્ષા રણનીતિ દેશની સામે મૂકાશે


ભારતમાં પરિવર્તનના સમયને દુનિયા જોઈ રહી છે. એફડીઆઈએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. એફડીઆઈમાં 18 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. ભારતે પોતાની નીતિ અને લોકતંત્ર અને અર્થવ્યવસ્થાના પાયાની મજબૂતી પર જે કામ કર્યું છે તેનાથી દુનિયાનો વિશ્વાસ વધ્યો છે. હવે મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લડના મંત્ર સાથે આગળ વધવાનું છે


કોરોના સંકટકાળમાં અનેક ચીજો માટે આપણે તકલીફોમાં છે. પણ દેશના નવયુવાનો અને ઉદ્યમીઓએ બીડુ ઉપાડ્યું. દેશમાં એન 95, પીપીઈ કીટ અને વેન્ટીલેટર બનવા લાગ્યા. આત્મનિર્ભર ભારત કેવી રીતે બનશે તે આપણે જોઈ લીધું. વોકલ ફોર લોકલને જીવનમંત્ર બનાવીએ. ભારતની તાકાતને પ્રોત્સાહન આપીએ


ભારતમાં 110 એવા જિલ્લા શોધી કઢાયા છે, વિકાસની દ્રષ્ટિએ એવરેજ કરતા પણ પાછળ છે, હવે ત્યાંનું જીવન ઉંચુ લાવવામાં આવશે. જે લોકો વિકાસયાત્રામાં પાછળ છૂટી ગયા છે તેઓને આગળ લાવવાનો પ્રયાસ કરાશે. આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતને ક્યારેય નજરઅંદાજ નહિ કરી શકાય. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કરાયું. દેશનો ખેડૂત ન તો પોતાની મરજીથી પાક વેચી શક્તો હતો, તે તમામ બંધનોને અમે નષ્ટ કર્યાં છે. હવે હિન્દુસ્તાનનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં સામાન વેચી શકશે


બોર્ડર વિસ્તારોના 173 જિલ્લાઓમાં આગામી દિવસોમાં બોર્ડર જિલ્લાના નવયુવાનોને એનસીસી કેડેટ્સ તરીકે તૈયાર કરાશે. બોર્ડર એરિયાના કેડેડ્સને 1 લાખ નવા એનસીસી કેડેટ્સ તૈયાર કરીશું. આ કેડેટ્સમા એક તૃતિયાંશ દીકરીઓ હોય તેવો પ્રયાસ રહેશે. બોર્ડર એરિયાના સેના દ્વારા અને કોસ્ટલને નેવી દ્વારા અને એરબેઝના કેડેટ્સ એરફોર્સ દ્વારા ટ્રેનિગ અપાશે. આ રીતે બોર્ડર પર ટ્રેઈન્ડ મેનપાવર મળશે. યુવાઓને આર્મ્ડ ફોર્સ જોડાવા નવી તક મળશે. ગત પાંચ વર્ષ આવશ્યકની પૂર્તિ માટે આને આગામી પાંચ વર્ષે આકાંક્ષાઓની પૂર્તિ માટે છે. 


ગત અઠવાડિયે રામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું. શાંતિપૂર્ણ સમાનધાન થયું. દેશના લોકો સંમયે અને સમાજદારી સાથે આચરણ કર્યું, તે ભવિષ્યમાં પ્રેરણાનું કારણ છે. શાંતિ અને સદભાવના આત્મનિર્ભર ભારતની તાકાત બનવાની છે. આ સદભાવ સાથે આપણે આગળ વધવાનું છે. 


તેમણે જુસ્સા સાથે કહ્યું કે, ભારત નવી નીતિ અને રીતિ સાથે આગળે વધશે. હવે સાધારણથી કામ નહિ ચાલે. ‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી કામ નહિ ચાલે. હવેથી આપણે સૌથી ઉપર રહેવાનો પ્રયાસ કરીશું. તેથી આપણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, શ્રેષ્ઠ ગર્વનન્સ, સુવિધા સાથે આગળ વધીશું. આપણી પોલિસી, પ્રોસોસ પ્રોડક્ટ્સ બધુ જ ઉત્તમથી ઉત્તમ હોય, ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે. ફરીથી સંકલ્પ લેવાની જરૂર છે. વર્ષ 2022ના આપણી આઝીદીનું 75 વર્ષનું પર્વ આવી ગયું છે. આપણે વિકાસથી માત્ર એક ડગલુ દૂર છીએ. 21મી સદી સપનાને પૂરી કરવાની બનાવવી છે. કોરોના મોટી આપદા છે, પણ એટલી મોટી નખી કે ભારતની વિજયયાત્રાને રોકી શકે. હું એક નવા સવારની લાલિમા જોઈ શકું છું. એક નવા ભારતનો શંખનાદ જોઈ શકું છું. જેથી આગળ વધી શકાય.  

10
એલઓસીથી એલએસી સુધી જેણે પણ આંખ ઉઠાવી, ત્યારે આપણા જવાનોએ એને એની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાની રક્ષા માટે આખો દેશ એકજોશથી ભરાયેલો છે. સામ્યર્થો પર એકજૂટતાથી આગળ વધી રહ્યો છે. દેશ શું કરી શકે છે તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું એ તમામ વીર જવાનોને લાલ કિલ્લાની પ્રાચીરથી આદરપૂર્વક નમન કરું છું. આજે દુનિયા પર ભારતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 192 માંથી 184 દેશોએ ભારતને સમર્થન આપ્યું. જે આપણને ગર્વ અપાવે છે. એ ત્યારે જ સંભવ બને છે, જ્યારે ભારત મજબૂત, સશક્ત અને સુરક્ષિત હોય. ગત કેટલાક દિવસોમાં ભારતે એક્સટેન્ડન્ટ નેબરહુડમાં તમામ દેશોના સંબંધો વધુ મજબૂત કર્યાં છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news