નવી દિલ્હીઃ Ujjwala Yojana 2.0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન સોંપીને કરવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન દેશની જનતાને સંબોધિત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, આજે ઉજ્જવલા યોજનાના આગામી તબક્કામાં અનેક બહેનોને ફ્રી ગેસ કનેક્શન અને ગેસનો ચુલો મળી રહ્યો છે. હું બધા લાભાર્થીઓને ફરીથી ખુબ-ખુબ શુભેચ્છા આપુ છું. તેમણે કહ્યું કે આજે હું બુલેંદખંડના વધુ એક અને મહાન સંતાનને યાદ કરી રહ્યો છું. મેજર ધ્યાન ચંદ, આપણા દદ્દા ધ્યાનચંદ. દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયુ છે. મને વિશ્વાસ છે કે ઓલિમ્પિકમાં આપણા યુવા સાથીઓના અભૂતપૂર્વ પ્રદર્શન વચ્ચે ખેલ રત્ન સાથે જોડાયેલું દદ્દાનું નામ લાખો કરોડો યુવાઓને પ્રેરિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ગણાવી યોજનાઓ
મોદીએ કહ્યુ કે, પાછલા વર્ષે સાત દાયકાની પ્રગતિને અમે જોઈએ તો આપણે જરૂર લાગે છે કે કેટલીક સ્થિતિઓ, કેટલીક સ્થિતિ એવી છે કે જેને ઘણા દાયકા પહેલા બદલી શકાતી હતી. ઘર, લાઇટ, પાણી, શૌચાલય, ગેસ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, જેવી અનેક મૂળ જરૂરીયાત છે જેની પૂર્તી માટે દાયકાઓ દેશવાસીઓએ રાહ જોવી પડી, આ દુખદ છે. 


Monsoon Session: સંસદમાંથી ગાયબ રહેનારા BJP સાંસદોથી નારાજ છે PM મોદી? માંગ્યુ લિસ્ટ


મોદી બોલ્યા- હવે સમસ્યા નહીં આવે
બુંદેલખંડ સહિત યૂપી અને બીજા રાજ્યોના અમારા અનેક સાથે કામ કરવા માટે ગામડાથી શહેરમાં જાય છે, બીજા રાજ્યોમાં જાય છે, પરંતુ ત્યાં તેની સામે એડ્રેસ પ્રમાણની સમસ્યા આવે છે. આવા લાખો પરિવારોને ઉજ્જવલા 2.0 યોજના સૌથી વધુ રાહત આપશે. હવે મારા શ્રમિક સાથીઓને સરનામાના પૂરાવા માટે આમતેમ ભટકવાની જરૂર નથી. સરકારને તમારી ઈમાનદારી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમારે સરનામા માટે માત્ર એક સેલ્ફ ડેક્લેરેશન, એટલે કે ખુદ લખીને આપવાનું છે અને તમને ગેસ કનેક્શન મળી જશે. 


જલદી પાઇપ ગેસ પણ આવશે
મોદીએ જણાવ્યુ કે સરકારનો પ્રયાસ તે દિશામાં છે કે તમને રસોઈમાં પાણીની જેમ ગેસ પણ પાઇપથી આવે. તે ગેસ સિલિન્ડરના મુકાબલે સસ્તો પણ હોય છે. ઉત્તર પ્રદેશ સહિત પૂર્વી ભારતના અનેક જિલ્લામાં PNG કનેક્શન આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે દેશ મૂળ સુવિધાઓની પૂર્તિથી સારા જીવનના સપનાને પૂરુ કરવા તરફ વધી રહ્યો છે. સમર્થ અને સક્ષમ ભારતના આ સંકપ્લને આપણે મળીને સિદ્ધ કરવાનો છે. તેમાં બહેનોની વિશેષ ભૂમિકા રહેવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube