કલમ 370 નાબુદી બાદ જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદને પરાસ્ત કરી વિકાસની સીડી ચડશે
એક રાષ્ટ્રતરીકે આપણે એક ઐતિહાસિક વ્યવસ્થાને ફગાવી દીધી છે, જેનાં કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં આપણા ભાઇ બહેન અનેક અધિકારોથી વંચિત હતા. જે તેમનાં વિકાસમાં મોટી બાધા હતી તે આપણા બધાનાં પ્રયાસોથી દુર થઇ ચુકી છે. જે સપનું સરદાર વલ્લભ ભાઇ પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનુંહ તું, ડૉ શ્યામા પ્રસાદ મુખર્યી અને અટલ બિહારી વાજપેયી સહિત કરોડો દેશભક્તોનું હતું તે સપનું પુરૂ થઇ ચુક્યું છે.
નવી દિલ્હી : એક રાષ્ટ્રતરીકે આપણે એક ઐતિહાસિક વ્યવસ્થાને ફગાવી દીધી છે, જેનાં કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં આપણા ભાઇ બહેન અનેક અધિકારોથી વંચિત હતા. જે તેમનાં વિકાસમાં મોટી બાધા હતી તે આપણા બધાનાં પ્રયાસોથી દુર થઇ ચુકી છે. જે સપનું સરદાર વલ્લભ ભાઇ પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનુંહ તું, ડૉ શ્યામા પ્રસાદ મુખર્યી અને અટલ બિહારી વાજપેયી સહિત કરોડો દેશભક્તોનું હતું તે સપનું પુરૂ થઇ ચુક્યું છે.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. હવે દેશનાં તમામ નાગરિકોનાં જવાબદારી સમાન છે અને હક પણ સમાન છે. હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં લોકો તથા દેશવાસીઓને હૃદયપુર્વક ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. સાથીઓ સમાન જીવનમાં કેટલીક વાતો સમય સાથે હળી મળી જાય છે કે ઘણી વખત તે વસ્તુઓનાં મનમાં સ્થાયી ભાવ થઇ જાય છે. એવો ભાવ આવી જાય છે કે કંઇ બદલાશે જ નહી આવું જ ચાલ્યા કરશે.
અનુચ્છેદ 370 સાથે પણ આવું જ થયું. તે અંગે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં આપણા ભાઇ બહેનો અને બાળકોની જે હાની થતી હતી તેની ચર્ચા જ થતી નહોતી. ચોંકાવનારી બાબત છેકે તમે કોઇની સાથે વાત કરો તો કોઇ તે પણ કહી શકતું નહોતું કે કલમ 370નાં કારણે જમ્મુ કાશ્મીરનાં લોકોને શું ફાયદો થાય છે ? 370 અને 35A જમ્મુ કાશ્મીરને અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓમાં મોટા પ્રમાણમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર ઉપરાંત કંઇ જ આપ્યું નથી. આ બંન્ને અનુચ્છેદનો દેશ વિરુદ્ધ, લોકોની ભાવના ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા એક શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો.
જેનાં કારણે છેલ્લા 3 દશકથી લગભગ 42 હજાર નિર્દોષ લોકોનાં જીવ ગયા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ તે ગતિથી ન થઇ શક્યો જેના તેઓ હકદાર છે. હવે વ્યવસ્થાની આ ખોટ દુર થવાનાં કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું વર્તમાન સુધરશે જ પરંતુ તેમનું ભવિષ્ય પણ સુરક્ષીત થશે. મિત્રો આપણા દેશમાં કોઇ પણ સરકાર સંસદમાં કાયદો બનાવીને દેશની ભલાઇ માટે કામ કરે છે. કોઇ પણ દળની સરકાર હોય, કોઇ પણ ગઠબંધનની સરકાર હોય આ કાર્ય સતત ચાલતું જ રહે છે. કાયદાઓ બનાવતા સમયે સંસદમાં ખુબ જ વાદ વિવાદ થાય છે. ચિંતન અને મનન થાય ચે તેની જરૂરિયાત અને પ્રભાવ મુદ્દે ગંભીર પાસાઓ રજુ કરવામાં આવે છે. આ ગંભીર પ્રક્રિયામાંથી પસાર થઇઇને જે કાયદો બને તે સમગ્ર દેશનું ભલુ કરે છે.
જો કે કોઇ કલ્પના કરી શકતું નથી કે, સંસદ એટલી મોટી સંખ્યામાં કાયદો બનાવે અને તે કાયદો દેશનાં એક હિસ્સામાં લાગુ જ ન થાય. એટલે સુધી કે પહેલાની સરકારો એક કાયદો બનાવીને વાહવાહી લુંટતી હતી તે પણ તે દાવો નહોતી કરી શકતી કે તેમનો કાયદો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે. જે કાયદો દેશની સમગ્ર જનતા માટે બનતો હતો તેના લાભથી જમ્મુ કાશ્મીરનાં ડોઢ કરોડથી વધારે લોકો વંચિત રહી જતા હતા. વિચારો કે દેશાં અન્ય રાજ્યોમાં બાળકોને શિક્ષણનો અધિકાર છે, પરંતુ જમ્મુ કાશ્મીરનાં બાળકો તેનાથી વંચીત હતા. શું ગુનો છે તે બાળકોનો.. દેશનાં અન્ય રાજ્યોમાં બાળકીઓને જે તમામ હક મળે છે તે જમ્મુ કાશ્મીરની બાળકીઓને નહોતા મળતા. દેશનાં અન્ય રાજ્યોમાં સફાઇ કર્મચારીઓ માટે સફાઇ કર્મચારી એક્ટ લાગુ છે,
પરંતુ જમ્મુ કાશ્મીરનાં સફાઇ કર્મચારી તેનાથી વંચિત હતા. તેમને આ હક આપાયો નહોતો. દેશનાં અન્ય રાજ્યોમાં દલિતોના અત્યાચાર મુદ્દે કડક કાયદો છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં એવું નહોતું. દેશમાં લઘુમતી માટે માઇનોરિટી એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં આવું નહોતું. દેશનાં અન્ય રાજ્યોમાં મજુરો માટે મીનિમમ વેજ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં કામ કરનારા શ્રમીકોને માત્ર અને માત્ર કાગળ પર જ લટકેલું મળતું હતું. દેશનાં અન્ય હિસ્સાઓમાં ચૂંટણી લડતા સમયે એસસી-એસટી અનુસુચિત જનજાતીનાં ભાઇ બહેનોને અનામતનો લાભ મળતો હતો પરંતુ જમ્મુ કાશ્મીરમાં આવું નહોતું. સાથીઓ હવે 370 અને 35એ હટી ગયા બાદ તેના નકારાત્મક પ્રભાવોથી પણ જમ્મુ કાશ્મીર ઝડપથી બહાર નિકળશે. તેનો મને વિશ્વાસ છે.
કેન્દ્રની પોલીસ અને ત્યાંની પોલીસ જેવી જ સુવિધા મળે, કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં અનેક એવી આર્થિક વ્યવસ્થાઓ એલટીએ, એજ્યુકેશન એલાઉન્સ જેવી અનેક સુવિધાઓ અપાય છે. જેમાંથી મોટા ભાગની જમ્મુ કાશ્મીરનાં કર્મચારીઓ અને પોલીસ પરિવારોને મળતી નથી. તેવી સુવિધાઓનાં તત્કાલ રિવ્યું કરાવીને ઝડપથી સરકારી કર્મચારીઓ અને પોલીસને આ સુવિધા આપવામાં આવશે. સાથીઓ ખુબ જ ઝડપથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં તમામ કેન્દ્રીય અને રાજ્યનાં ખાલી પડેલા પદ ભરવામાં આવશે. જેના કારણે સ્થાનિક યુવાનોને રોજગારની પુરતી તક મળશે, સાથે જ કેન્દ્ર સરકારની પબ્લિક સેક્ટર યુનિટ્સ અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને પણ રોજગારનાં નવા અવસર આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત સેના અને અર્ધસૈનિક દળો દ્વારા સ્થાનિક યુવાનોની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાન મંત્રી સ્કોલરશિપ યોજનાનું પણ વિસ્તરણ કરવામાં આવશે.
જેથી મહત્તમ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે. જમ્મુ કાશ્મીરમાં રાજસ્વનું નુકસાન પણ ખુબ જ મોટુ છે. રાજસ્વ નુકસાન એક પ્રકારે ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર તે પણ સુનિશ્ચિત કરશે કે તેના પ્રભાવને ઓછો કરવામાં આવે. કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવવાની સાથે કેટલાક સમય માટે જમ્મુ કાશ્મીરને કેન્દ્રીય શાસનમાં રાખવાનો નિર્ણય ખુબ જ વિચારણા બાદ લીધો છે. તેની પાછળનું કારણ પણ સમજવું મહત્વનું છે. જ્યારથી ત્યાં ગવર્નર શાસન છે ત્યારથી જ સમગ્ર તંત્ર કેન્દ્ર સરકારનાં સંપર્કમાં છે. જેનાં કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ગુડ ગવર્નન્સનો પ્રભાવ જમીન પર દેખાઇ રહ્યું છે. જે યોજનાઓ પહેલા માત્ર કાગળ પર હતી. હવે તેને જમીન પર ઉતારાઇ રહ્યું છે. દશકોથી લટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી રહી છે.
જમ્મુ કાશ્મીર તંત્રએ નવી કાર્યપ્રણાલી લાવવાનો ભરચક પ્રયાસ કર્યો છે. તેનું પરિણામ છે કે IIT,IIM, એઇમ્સ સહિત તમામ ઇરિગેશન પ્રોજેક્ટ હોય, પાવર પ્રોજેક્ટ હોય, એન્ટી કરપ્શન બ્યુરો તમામનાં કામમાં તેજી આવી છે. નવા માર્ગો, રેલ પ્રોજેક્ટ, એરપોર્ટનું આધુનિકરણ હોય તમામને તેજ ગતિથિ આગળ વધારવામાં આવી રહી છે. આપણા દેશની લોકશાહી એટલી મજબુત છે પરંતુ તમે તે જાણીનો ચોંકી ઉઠશો કે જમ્મુ કાશ્મીરમાં દશકોથી હજારો અને લાખો લોકો એવા રહે છે જેમને લોકસભાની ચૂંટણીમાં મતદાતનો અધિકાર હતો. પરંતુ તેઓ સ્થાનિક સ્વરાજની કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નહોતા કે નહોતા ચૂંટણી લડી શકતા પણ નહોતા. આ એ લોકો હતા જેઓ 1947માં વહેંચણી બાદ પાકિસ્તાનથી ભારત આવ્યાહ તા. હિન્દુસ્તાનનાં અન્ય રાજ્યોમાં તેમને બધા જ અધિકાર છે માત્ર જમ્મુ કાશ્મીરમાં જ નહોતો. જમ્મુ કાશ્મીરનાં મારા ભાઇઓ બહેનોને હું બીજુ સ્પષ્ટ જણાવવા માંગુ છું કે તમારો જનપ્રતિનિધિ તમારા દ્વારા જ ચૂંટાશે.
તમારી વચ્ચેથી જ આવશે. જેવી રીતે પહેલા MLA હતા તેવી જ રીતે MLA આગળ પણ હશે. પહેલા જે પ્રકારે મંત્રીમંડળ હતું તેવું જ મંત્રી પરિષદ આગળ પણ હશે. જે પ્રકારે પહેાલ તમારા મુખ્યમંત્રી હતા તમારા જ મુખ્યમંત્રી હશે. સાથીઓ મને સંપુર્ણ વિશ્વાસ છેકે આ નવી વ્યવસ્થા હેઠળ આપણે બધા જ મળીને આતંકવાદ અલગતાવાદથી જમ્મુ કાશ્મીરને મુક્ત કરાવીશું. જ્યારે ધરતીનું સ્વર્ગ આપણું જ્મ્મુ કાશ્મીર ફરી એકવાર વિકાસની નવી ઉંચાઇઓને પાર કરીને સમગ્ર વિશ્વને આકર્ષીત કરશે નાગરિકોનાં જીવનમાં ઇઝ ઓફ લિવિંગ વધશે. નાગરિકોને તેમનાં હકનું બેરોકટોક મળશે. શાસન અને પ્રશાસનની વ્યવસ્થા જનહિત કાર્યોને ઝડપથી આગળ વધારસે તો હું નથી માનતો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ચાલુ રાખવાની જરૂર પડશે.
હા લદ્દાખમાં તે જળવાઇ રહેશે. ભાઇઓ બહેનો હું ઇચ્છું છું કે આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થાય, નવા તેજસ્વી યુવાનો મંત્રી અને મુખ્યમંત્રી બને. જમ્મુ કાશ્મીરનાં લોકોને વિશ્વાસમાં લેવા માંગુ છું કે તમને ઇમાનદાર અને પારદર્શી વાતાવરણમાં તમારા પ્રતિનિધિ પસંદ કરવાની તક તુરંત મળશે. જે પ્રકારે ગત્ત દિવસોમાં પંચાયત ચૂંટણી પારદર્શીતા સાથે પુર્ણ કરાયા તે જ પ્રકારે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થશે. હું રાજ્યના ગવર્નરને પણ અપીલ કરીશ કે બ્લોક ડેવલપમેન્ટનું કામ ઝડપથી પુરૂ થાય તેવી અપીલ કરીશ. સાથીઓ મારો પોતાનો અનુભવ છે કે ચાર-પાંચ મહિના પહેલા જમ્મુ કાશ્મીર અને લદ્દાખની પંચાયત ચૂંટણીમાં જે ચૂંટાઇને આવ્યા તેઓ ખુબ જ સારુ કામ કરી રહ્યા છે.
ઓ અભિનંદનના અધઇકારી છે. થોડા સમય પહેલા હું જ્યારે શ્રીનગર ગયો હતો ત્યારે મારી તેમની સાથે લાંબી મુલાકાત થઇ. તેઓ જ્યારે દિલ્હી આવ્યા મારા ઘરે આવ્યા હું તેમની સાથે લાંબો સમય વાત કરતો રહ્યો. પંચાયતના આ સાથીઓ અને પંચ અને પ્રધાનના કારણે જમ્મુ કાશ્મીરમાં ગત્ત દિવસોમાં ગ્રામીણ સ્તર પર ખુબ જ ઝડપથી કામ થયું છે. દરેક ઘરે વિજળીનું કામ હોય કે, રાજ્યને ઓડીએફ બનાવવાનું કામ હોય તેમાં પંચાયત પ્રતિનિધિઓની ખુબ જ મોટી ભુમિકા રહી. તેમાં પણ જે બહેનો ચૂંટાઇને આવી છે તેમને કમાલ કામક ર્યું છે. મને સંપુર્ણ વિશ્વાસ છે કે 370 હટી ગયા બાદ આ પંચાયત સભ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાની તક મળશે તેઓ કમાલ કરસે. જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદને પરાસ્ત કરીને નવી આશા અને ઉર્જા સાથે આગળ વધશે. મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરની જનતા ગુડ ગવર્નસ અને પારદર્શીતાના વાતાવરણમાં નવી ઉર્જા સાથે લક્ષ્યોને પ્રાપ્ત કરશે. દશકોનાં પરિવાર વાદે નેતૃત્વનું અવસર જ નથી આપ્યું.
હવે મારા યુવાનો જમ્મુ કાશ્મીરનાં વિકાસનું નેતૃત્વ કરશે અને તેને નવી ઉંચાઇઓ પર લઇ જશે. હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં યુવાનોને બહેન બેટીઓને વિશેષ આગ્રહ કરીશ કે તમારા ક્ષેત્રનાં વિકાસની કમાન આગળ આવો અને પોતે જ સંભાળો. સાથીઓ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિશ્વની શ્રેષ્ઠ ટુરિસ્ટ ડેસ્ટી નેશન બનવાની જરૂરી છે તે થઇ રહ્યું છે. પરંતુ દરેક દેશવાસીઓનો સાથ પણ જરૂરી છે. એક જમાનો હતો બોલિવુડ ફિલ્મોનાં શુટિંગ માટે કાશ્મીર પસંદગીની જગ્યા હતી. ત્યારની કોઇ ફિલ્મ એવી હશે કે જમ્મુ કાશ્મરનો એક સીન ન હોય. હવે સ્થિતી સામાન્ય થયા બાદ માત્ર બોલિવુડ નહી હોલિવુડના લોકો પણ આવશે. હું હિન્દી ફિલ્મ, તેલુગુ, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તમામ ઇન્ડસ્ટ્રીને અપીલ કરીશ કે તેઓ જમ્મુ કાશ્મીરમાં રોકાણ અંગે જરૂર વિચારે. તેને પ્રાથમિકતા આપે. જે ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકો છે, તેઓને પણ અપીલ છે કે તમારી નીતિઓમાં તે વાતને પ્રાથમિકતા આપો કે જમ્મુ કાશ્મીરમાં કઇ રીતે ટેક્નોલોજીનો વિસ્તાર કરવામાં આવે. ત્યાંના યુવાનો તેજસ્વી છે. અંગ્રેજી ભાષા સાથે જોડાયેલા છે.