પીએમ મોદીએ લોકોને કરી અપીલ: ભાજપને એપથી આપો દાન, આજે લોન્ચ કરશે ‘મે નહીં હમ’પોર્ટલ
આ પોર્ટલ આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયો અને સંસ્થાઓને સામાજિક ચિંતાઓ અને સામાજિક સેવા સાથે જોડાવવાના તેમના પ્રયાસને એક સાથે લાવવા માટેનું પ્લેટર્ફોર્મ પ્રદાન કરશે
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમની એપ્લિકેશન દ્વારા ભાજપને રૂ. 1000નું દાન કર્યું હતું અને લોકો પાસે પાર્ટીને દાન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ પારદર્શિતાનો સંદેશ મોકલશે અને ‘રાષ્ટ્ર સેવા’ને પાર્ટી કાર્યકરોનો સંકલ્પ મજબૂત બનશે. તેમણે ટ્વિટ કરી, 'નરેન્દ્ર મોદી એપ દ્વારા મેં ભાજપને દાન કર્યું છે. હું તમને બધાને આ એપના માધ્યમથી પાર્ટીને દાન અને જાહેર જીવનમાં પારદર્શિતાનો સંદેશ ફેલાવવાની અપલી કરું છું.
તેમણે કહ્યું, ‘તમે ‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’ દ્વારા પાંચ રૂપિયાથી 1000 રૂપિયાનું દાન કરી શકો છો. તમારો સહકાર અને યોગગનથી અમારા કાર્યકર્તાના રાષ્ટ્ર સેવા કરવાના સંકલ્પ મજબૂત કરશે.’ મોદીએ દાન માટે તેમની વેબસાઇટ પર એક લિંક પણ પોસ્ટ કરી છે. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ સહિતના વિવિધ પાર્ટીના નેતાઓએ પારદર્શિતા તેમજ જાહેર જીવનમાં નિષ્પક્ષતાને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોમાં દાન કર્યું છે.
પીએમ બુધવારે ‘મે નહીં હમ’ પોર્ટલ અને એપ લોન્ચ કરશે
પ્રધાનમંત્રી મોદી બુધવારે ‘મે નહીં હમ’ પોર્ટલ અને એપ્લિકેશન લાન્ચ કરશે. આ પ્રસંગે, તેઓ આઇટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનના સાહસિકો સાથે વાત કરશે. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન અનુસાર, નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે ‘મે નહીં હમ’ પોર્ટલ લોન્ચ કરશે. ‘સેલ્ફ ફોર સોસાયટી’ની થીમ પર કામ કરતું આ પોર્ટલ આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયો અને સંસ્થાઓને સામાજિક ચિંતાઓ અને સામાજિક સેવા સાથે જોડાવવાના તેમના પ્રયાસને એક સાથે લાવવા માટેનું પ્લેટર્ફોર્મ પ્રદાન કરશે.
આ એપના માધ્યમથી તકનીકીના લાભ સમાજના નબળા સ્તર સુધી પહોંચવા માટે પરસ્પર સહકારના પ્રયાસોને વેગ આપી શકાશે. પોર્ટલ દ્વારા સમાજની સુધારણા માટે કામ કરવા માંગતા લોકોની વ્યાપક ભાગીદારી પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે ઘણા ઉદ્યોગપતિઓને મળશે અને આઈ.ટી. પ્રોફેશનલ્સ તથા આઇટી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવતી કંપનીઓના કર્મચારીઓને સંબોધશે. આ પ્રસંગે, દેશભરમાં 100થી વધુ સ્થાનોથી આઇટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદકો વિડિઓ કૉન્ફરન્સ દ્વારા ઇવેન્ટ સાથે સંકળાયેલા રહેશે.