વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો શેર કર્યા હતા. પીએમને મળેલા આ વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોના હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ઓપરેશન ગંગા' હેઠળ વિદ્યાર્થીઓ પરત ફર્યા
જોકે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા લગભગ 20 હજાર ભારતીયોને પીએમ મોદીએ ઓપરેશન ગંગા હેઠળ ત્યાંથી બહાર કાઢ્યા છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે યુક્રેનના પાડોશી દેશો સાથે વાત કર્યા બાદ તમામ ભારતીયોને સફળતાપૂર્વક પરત લાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

જીયોના સૌથી સસ્તા પ્લાન્સે મચાવ્યો તહેલકો! Free Disney+ Hotstar સાથે દરરોજ મેળવો 3GB ડેટા અને આટલું બધુ
 


Prime Minister Narendra Modi interacted with students who returned from Ukraine in Varanasi today. These students shared their experiences with him. The students were from Varanasi as well as other parts of Uttar Pradesh. pic.twitter.com/iHpACjgAqf


— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022

આ રીતે કામ કરી રહી છે ટીમ 'ઓપરેશન ગંગા'
ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે બચાવ કામગીરી ઝડપી બનાવી છે. વધુમાં વધુ ભારતીયોને લાવવા માટે તમામ ફ્લાઇટના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. 10 માર્ચ સુધીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે મિશનમાં કુલ 80 ફ્લાઇટ્સ તૈનાત કરવાની યોજના છે. આ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, ગો એર અને એરફોર્સની છે.


પડોશી દેશોની મદદથી નિકાળવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી 35 સ્થળાંતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એર ઈન્ડિયાની 14 ફ્લાઈટ્સ, એર ઈન્ડિયા એક્સપ્રેસની 8, ઈન્ડિગોની 7, સ્પાઈસ જેટની 1, વિસ્તારાની 3 અને ભારતીય વાયુસેનાની 2 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube