નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રમાં સંબોધન કર્યુ. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઓપન સોસાઇટીઝ (જળવાયુ પરિવર્તન અને ખુલ્લો સમાજ) સેશનમાં પોતાની વાત રાખી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જી-7 ના એક સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ લોકતંત્ર, સ્વતંત્રતા અને આઝાદી માટે ભારતની સંસ્કૃતિક પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, ભારત અધિનાયકવાદ, આતંકવાદ અને હિંસક અતિવાદથી ઉત્પન્ન ખતરાથી સંયુક્ત મૂલ્યોની રક્ષા માટે જી-7 નું સ્વાભાવિક સહયોગી છે. સંમેલનમાં મોદીએ ખુલ્લા સમાજમાં નિહિત નબળાઈઓનો ઉલ્લેખ કર્યો હતો. સંમેલનમાં, મોદીએ ખુલ્લા સમાજમાં રહેલી નબળાઈઓ પર પ્રકાશ પાડતા, ટેકનોલોજી કંપનીઓને સલામત સાયબર સ્પેસ પ્રદાન કરવા હાકલ કરી.


જી-7 શિખર સંમેલન પર વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, નેતાઓએ મુક્ત, ખુલા અને નિયમ આધારિત હિન્દ-પ્રશાંતને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ક્ષેત્રમાં ભાગીદારોની સાથે સહયોગ કરવાનો સંકલ્પ લીધો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારી ભાગીદારી જી-7 અંદર સમજને દર્શાવે છે કે ભારતની ભૂમિકા વિના સૌથી મોટા વૈશ્વિક સંકટનું સમાધાન સંભવ નથી. ભારત સ્વાસ્થ્ય પ્રશાસન, રસીની પહોંચ અને જળવાયુને લઈને પગલા ભરવા સહિત મુખ્ય મુદ્દા પર જી-7, અતિથિ ભાગીદારોની સાથે જોડાઈને રહેશે. 


વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે કોવિડની રસી પર પેટેન્ટ છૂટ માટે ભારત, દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવ પર સમજુતી માટે જી-7 શિખર સંમેલનના વિચાર-વિમર્શમાં વ્યાપક સમર્થન મળ્યું છે. 


વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જી-7 સમિટના ઓપન સોસાયટી અને ઓપન ઇકોનોમીસ સત્રમાં મોદીએ ડિજિટલ સંબોધનમાં લોકશાહી, વૈચારિક સ્વતંત્રતા અને સ્વતંત્રતા પ્રત્યે ભારતની સભ્યતાપૂર્ણ પ્રતિબદ્ધતાને દોરવી હતી. પીએમ મોદીએ આધાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) અને જન ધન-આધાર-મોબાઇલ (jam) ત્રણેય દ્વારા ભારતમાં સામાજિક સમાવેશ અને સશક્તિકરણ પર ડિજિટલ તકનીકીની ક્રાંતિકારી અસરને પણ રેખાંકિત કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube