નવી દિલ્હી/સંત કબીર નગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર (28 જૂન)ના દિવસે ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં આવેલા મગહર ખાતે સંત કબીર દાસના 620મા પ્રાગટ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે મગહર પહોંચ્યા હતા. તેઓએ અહીં સંત કબીર દાસની સમાધિ પર ફૂલ  અને કબર પર ચાદર ચડાવી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ પણ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને મગહરમાં 24 કરોડ રૂ.ના બજેટથી બનનારી સંત કબીર એકેડમીનો શિલાન્યાસ પણ કર્યો. આ પહેલાં વડાપ્રધાન મોદી લખનૌ પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. આ સમયે તેમની સાથે મંત્રીમંડળના બીજા સભ્યો તેમજ અધિકારીઓ હાજર હતા. 


વડાપ્રધાન મોદીએ ફરીવાર પોતાના આગવા અંદાજમાં પુરબિયા ભાષામાં ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ''મારી અહીં આવવાની ઇચ્છા પૂરી થઈ. સંત કબીરે સમાજને યોગ્ય દિશા દેખાડી. કબીરની સાધના માનવાથી નહીં પણ જાણવાથી શરૂ થાય છે.'' આ પ્રસંગે વડાપ્રધાને અમરનાથ યાત્રીઓને શુભેચ્છા આપી હતી. તેમણે કબીરના દોહાઓને યાદ કરીને કહ્યું કે કબીરને સમજવા માટે કોઈ શબ્દકોષની જરૂર નથી. તેમની ભાષા તમારી અને મારા જેવી સીધી ભાષા હતી. 


પીએમ મોદીએ સંત કબીરના શિખામણના માધ્યમથી વિપક્ષી દળો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો સમાજમાં શાંતિ નહીં પણ કલહ ઇચ્છે છે એવા લોકોના પગ જમીન પર નથી. તેમને હકીકતની માહિતી જ નથી અને તેમણે સંત કબીર વિશે વાંચ્યું નથી. 


મગહરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં સીએમ યોગી આદિત્યનાથે સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે બીજેપી કોઈપણ એક ધર્મ કે સંપ્રદાયની સરકાર નથી. ભારતમાં એક વિશ્વાસનું વાતાવરણ બનેલું છે. સરકારની યોજનાનો સીધો લાભ ગરીબો સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે સરકાર ગરીબોના હિત માટે કાર્ય કરી રહી છે. દેશ મોદી રાજમાં વિકાસ સાધી રહ્યો્ છે. સીએમ યોગીએ કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...