નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે 20 રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો. આ સિક્કો 10 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો તેના બરાબર 10 વર્ષ બાદ લોન્ચ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ ઉપરાંત એક રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા અને 10 રૂપિયાનો નવો સિક્કો પણ લોન્ચ કર્યો. આ સિક્કા દિવ્યાંગો માટે ખાસ છે. આ સિક્કાને તેઓ સરળતાથી ઓળખી શકે તેમ છે. નવા સિક્કાની સિરિઝને વડાપ્રધાનના 7 લોકકલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાન પર લોન્ચ કરાયા. આ અવસરે ખાસ દિવ્યાંગ બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20  રૂપિયાના નવા સિક્કાની ખાસિયત
નાણા મંત્રાલય તરફથી ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી મુજબ 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે. આ સિક્કાની અંદર અને બહારનો ભાગ તાંબું (65 ટકા) જસત (15 ટકા) અને નિકલ (20 ટકા)નો બનેલો છે. જ્યારે અંદરના ભાગમાં 75 ટકા તાંબુ, 20 ટકા જસત અને 5 ટકા નિકલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...