નવી દિલ્હી: અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાર્યક્રમ પહેલાં અયોધ્યાને શણગારવાનું કામ ચાલી રહ્યું છે. ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 11:15 વાગે અયોધ્યા પહોંચશે. તે બે કલાકથી વધુ સમય ત્યાં રહેશે. પીએમ મોદી બપોરે 2 વાગ્યા સુધી અયોધ્યાથી રવાના થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા પહોંચતાં પીએમ મોદી સૌથી પહેલાં હનુમાનગઢી જશે અને ત્યાં દર્શન કરશે. ત્યારબાદ પીએમ રામલલાના દર્શન કરશે. ત્યારબાદ ભૂમિપૂજનનો કાર્યક્રમ થશે. અયોધ્યામાં મંચની વ્યવસ્થા પણ ફાઇનલ કરી દેવામાં આવી છે. ફક્ત 5 લોકો જ મંચ પર રહેશે. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, અને મંડિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંચ પર હાજર રહેશે. 


આ તમામ નિર્ણય શુક્રવારે અયોધ્યાના માનસ મંદિરમાં યોજાયેલી અધિકારીઓની મીટિંગમાં લેવામાં આવ્યા. બેઠકમાં વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપ્યું છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપીએ વડાપ્રધાનમંત્રીની સુરક્ષા અને મંદિરના કાર્યક્રમની વ્યવસ્થાનું નિરિક્ષણ પણ કર્યું. 

રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube