વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોંચ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટ થઈ રહી છે વાયરલ
આ અગાઉ પીએમ મોદીએ એક તસવીર શેર કરીને જણાવ્યું કે લાંબી મુસાફરીમાં તેઓ ફ્લાઈટમાં કેવી રીતે સમય પસાર કરે છે. પીએમ મોદીએ મુસાફરી દરમિયાન ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે. પીએમ દ્વારા ટ્વીટ કરાયેલી તસવીરમાં પીએમ મોદીના હાથમાં ફાઈલો જોવા મળી રહી છે. ફાઈલો સાથે પીએમના હાથમાં એક પેન પણ છે. પીએમ મોદીએ આ તસવીર સાથે એક કેપ્શન પણ આપી છે. તેમણે કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જોવાની તક મળી જાય છે. 


PM Modi's US Visit: અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટથી લઈને હોટલ સુધી પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત થયું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube