નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં શુક્રવારે વેપારીઓના સંમેલનને સંબોધન કર્યું. અહીં તેમણે કહ્યું કે દેશને સોને કી ચિડીયા વેપારીઓએ બનાવ્યો હતો. દેશના વેપારીઓ હવામાન વૈજ્ઞાનિક હોય છે. આ સંમેલનમાં પીએમ મોદીએ વેપારીઓના વર્ગ માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે જો ફરી સત્તામાં આવ્યાં તો વેપારીઓને 50 લાખ રૂપિયા સુધીનું કરજ ગેરંટી વગર ઉપલબ્ધ કરાશે. જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ માટે 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો, વેપારીઓ માટે ક્રેડિટકાર્ડ સુવિધા અને નાના દુકાનદારો માટે પેન્શન યોજના લાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના વાયદાથી કેમ પલટી શિવસેના? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિઝનેસ સમુહ સાચા હવામાન વૈજ્ઞાનિકો હોય છે, કારણ કે તેમને તમામ વસ્તુઓ એડવાન્સમાં ખબર હોય છે. અનેક વસ્તુઓ પહેલા જ તેઓ ભાખી લેતા હોય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેપારીઓને કાયદાના જંગલમાંથી પસાર થવું પડે છે. મોંઘવારીની તોહમત પણ તેમના માથે જ જડી દેવાય છે. ટ્રેડર્સ સમ્મેલનમાં વડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં જમાખોરોએ વેપારીઓનો ફાયદો ઉઠાવ્યો અને મોંધવારીની તહોમત વેપારીઓ પર ઠોકી બેસાડી. અમે પાંચ વર્ષમાં વેપારમાં અનેક નિયમોમાં ઢીલ આપી છે. વડાપ્રધાન મોદીએ જીએસટી અંગે કહ્યું કે, જીએસટીથી વેપાર કરવો સરળ થયો. તેના કારણે રાજ્યોની આવકમાં પણ ડોઢ ગણો વધારો થય છે. 


આ ખાસ ટેક્નોલોજીથી લેસ હતી પૂર્વા એક્સપ્રેસ, જેના કારણે મુસાફરોના જીવ બચી ગયા


ખેડૂતોની જેમ વ્યાપારી ક્રેડિટ કાર્ડ યોજના
વડાપ્રધાને કહ્યું કે, આપણો દેશ ઝડપથી આગળ વધી શકે તે માટે અમે 23 મેનાં રોજ જ્યારે ફરી એકવાર મોદી સરકાર બનશે તો રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું. આ બોર્ડ સરકાર અને વ્યાપાર વચ્ચેનો સંવાદ હશે. અમે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ તમામ વેપારીઓને 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વિમો આપીશું. ખેડૂત ક્રેડિટ કાર્ડની જેમ જ અમે રજિસ્ટર્ડ વેપારીઓ માટે વ્યાપારી ક્રેડિટ કાર્ડની યોજના લાવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...