આજે પંજાબથી ખેડૂતોને સંબોધશે PM મોદી, મલોટમાં કરશે મોટી રેલી
પીએમ મોદી આજે ખેડૂતોને સાધવાનો પ્રયત્ન કરશે. પીએમ મોદી આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધિત કરશે.
ચંદીગઢ: 2019ની લોકસભાની ચૂંટણી જોતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં કેંદ્ર સરકાર હવે સીધી સામાન્ય પ્રજા સાથે જોડાઇ રહી છે. આ નેતૃત્વમાં પીએમ મોદી આજે ખેડૂતોને સાધવાનો પ્રયત્ન કરશે. પીએમ મોદી આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધિત કરશે.
કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ખરીફ પાક પર એમએસપીને દોઢ ગણી કરવામાં આવી છે. ત્યારબાદ આ ખેડૂતોની સાથે પીએમ મોદીનો પહેલો સીધો સંવાદ હશે. ખેડૂતોના મુદ્દાને લઇને કોંગ્રેસ સીધી મોદી સરકાર પર નિશાન સાધી રહી છે, થોડા દિવસો પહેલાં ખેડૂતોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો. એવામાં ચૂંટણી પહેલાં મોદી સરકાર ખેડૂતોને પોતાના તરફ કરવા માંગે છે, તેના માટે હવે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે.
આ દરમિયાન પીએમ મોદી સાથે અકાળી દળના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને પૂર્વ ડે. સીએમ સુખબીર બાદલ પણ મંચ પર રહેશે. અકાળી દળે થોડા દિવસો પહેલાં ભાજપને લઇને આકરા સંકેત પણ આપ્યા હતા. માનવમાં આવી રહ્યું હતું કે પીએમ મોદી સાથે મંચ શેર કરવાથી અકાળી નેતાઓ વચ્ચે અંતર ઓછું થશે. આ રેલીના માધ્યમથી પીએમ મોદી પંજાબ અને હરિયાણા અને રાજસ્થાનના એક લાખ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
અનાજ માટે કર્યા હતો ટેકાના ભાવમાં વધારો
અનાજ માટે દોઢ ગણાથી વધુનો ટેકાના ભાવમાં વધારો કરાયો છે. અનાજ પર MSP (લઘુત્તમ સપોર્ટીંગ પ્રાઇઝ)માં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. પ્રતિ ક્વિન્ટલે આ ભાવ વધારો જાહેર કરાયો છે. જેમાં સૌથી વધુ મગની દાળની ખરીદીમાં ક્વિન્ટલે 1400 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે
કયા પાકમાં ટેકાના ભાવમાં કેટલો વધારો કરાયો?
-જુવારમાં પ્રતિ ક્વિન્ટલ 73 રૂપિયાનો વધારો
-બાજરીમાં 525નો વધારો
-મગની દાળમાં સૌથી વધુ 1400નો વધારો
-મકાઇમાં 275નો વધારો
-કોટન (મીડિયમ સ્ટેપલ)માં પ્રતિ ક્વિન્ટલ 1130નો વધારો
-કોટન (લોંગ સ્ટેપલ)ના એમએસપીમાં ક્વિલન્ટલે 1130નો વધારો
-મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ 440 રૂપિયાનો વધારો
-સોયાબીનમાં 349નો વધારો
-અડદના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાનો વધારો
-તુવેરમાં પ્રતિ ક્વિન્ટલ 225 રૂપિયાનો વધારો
-રાગીમાં 997 રૂપિયાનો વધારો
-સુરજમુખીમાં પ્રતિ ક્વિન્ટલ 1288 રૂપિયાનો વધારો