ન્યૂયોર્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA)ના સત્ર દરમિયાન બે મહત્વની અને ઉચ્ચસ્તરીય ચર્ચાઓમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર  (United Nations) મા ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ  (TS Tirumurti)આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ સત્રની સૌથી મહત્વની વાત હશે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂએનમાં ભારતની ભાગીદારી પર વાત કરશે પીએમ મોદી
તિરુમૂર્તિએ કહ્યુ, પીએમ મોદી પહેલા સામાન્ય ચર્ચામાં ભાગ લેશે. પછી તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય નિવેદન જારી કરશે. આ સિવાય તેઓ યૂએનની 75મી વર્ષગાંઠ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે. અહીં તેમનું ભાષણ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં ભારતની ભાગીદારી પર કેન્દ્રીત હશે. 


વિદેશ મંત્રી એસ જયશંકર પણ લેશે ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાથી અલગ કેટલીક મંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લેશે. 


ચીનને જણાવી ગુપ્ત રણનીતિ, દરેક સૂચના પર મળતા હતા $1000,  જાણો પત્રકાર રાજીવ શર્માનો 'કાંડ'  


સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા પર પણ કોરોનાની અસર
તિરુમૂર્તિએ જણાવ્યુ કે, સમગ્ર દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે. તેની અસર UNGAની બેઠક પર પણ પડી છે. તેમણે કહ્યું, કોરોનાને કારણે લાગેલા યાત્રા પ્રતિબંધોને જોતા આ વખતે મોટા ભાગના નેતા ન્યૂયોર્ક આવશે નહીં. તેથી આ વખતે વર્ચ્યુઅલ કોન્ફરન્સ પર ભાર આપવામાં આવી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube