ચીનને જણાવી ગુપ્ત રણનીતિ, દરેક સૂચના પર મળતા હતા $1000, જાણો પત્રકાર રાજીવ શર્માનો 'કાંડ'

Rajeev Sharma Arrest: દિલ્હી પોલીસે જણાવ્યું કે, ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્મા સરહદ પર સેનાની તૈનાતી અને ભારતની સરહદ રણનીતિની જાણકારી ચીનના ગુપ્ત તંત્રને આપી રહ્યો હતો. દરેક જાણકારીના બદલામાં તેને 1000 ડોલર મળતા હતા. 

ચીનને જણાવી ગુપ્ત રણનીતિ, દરેક સૂચના પર મળતા હતા $1000,  જાણો પત્રકાર રાજીવ શર્માનો 'કાંડ'

નવી દિલ્હીઃ 14 સપ્ટેમ્બરે દિલ્હીથી ઓફિશિયલ સીક્રેટ એક્ટ Official Secrets Act) હેઠળ ધરપકડ કરાયેલા ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માને લઈને પોલીસે ઘણા મહત્વના ખુલાસા કર્યાં છે. પોલીસે જણાવ્યું કે, રાજીવ ભારતની સરહદ રણનીતિની જાણકારી ચીની ગુપ્તચર તંત્રને આપી રહ્યો હતો. 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે જણાવ્યુ કે, પત્રકાર રાજીવ શર્મા 2016થી 2018 સુધી સંવેદનશીલ જાણકારી ચીની ગુપ્તચર તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યો હતો. ઘણા દેશોમાં શર્મા ચીની અધિકારીઓને મળતો હતો. પોલીસ પ્રમાણે, રાજીવ શર્મા સરહદ પર સેનાની તૈનારી અને ભારતની સરહદ રણનીતિની જાણકારી પણ ચીની ગુપ્તચર તંત્રને આપી રહ્યો હતો. 

— ANI (@ANI) September 19, 2020

દરેક જાણકારીના બદલે મળતા હતા $1000
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ચીનને ગુપ્ત સૂચના આપવાના આરોપમાં ધરપકડ કરાયેલા રાજીવ શર્માને છેલ્લા એક વર્ષમાં 40-45 લાખ રૂપિયા મળ્યા. શર્માને દરેક સૂચના આપવાના બદલામાં 1000 ડોલર મળતા હતા. તેમણે જણાવ્યું કે, રાગીવ શર્માની પાસે આશરે 40 વર્ષનો પત્રકારત્વનો અનુભવ છે અને તે ભારતની ઘણી મીડિયા સંસ્થાઓનીસાથે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'માં પણ રક્ષા મામલા પર લખતો હતો. રાજીવ 2016મા ચીની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. મહત્વનું છે કે સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માની કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓની સૂચનાના આધાર પર 14 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે રક્ષા મંત્રાલયના ગોપનીય દસ્તાવેજ મળ્યા હતા. 

ચોમાસુ સત્રઃ સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં થયા 97 લોકોના મૃત્યુ

રાજીવના ચીની અને નેપાળી સાથીની પણ ધરપકડ
આ પહેલા દિલ્હી પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, એક ચીની મહિલા અને તેના નેપાળી સાથીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો કે તે ચીની ગુપ્ત એજન્સીને સંવેદનશીલ સૂચના આપવાના બદલામાં ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માને મોટી રકમની ચુકવણી કરતું હતું. પોલીસે કહ્યું કે, આરોપીઓની પાસેથી મોટી સંખ્યામાં મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય વિવાદાસ્પદ/સંવેદનશીલ સામગ્રી જપ્ત થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news