નવી દિલ્હી: પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી થાઇલેન્ડમાં 4 નવેમ્બર સુધી રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે. આ સાથે જ તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન તમિલ ક્લાસ્કિ તૂરૂક્કુરલનું થાઇ અનુવાદ પણ કરશે. 


વડાપ્રધાન નરેંદ્ર મોદી થાઇલેન્ડના પીએમ પ્રયુત ચાન-ઓ-ચાની સાથે 3 નવેમ્બરના રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 16મા આસિયાન-ભારત સંમેલન, 14મા આસિયાન એશિયા સંમેલન અને ત્રીજા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઇપી) સંમેલન સહિત સંબંધિત કાર્યક્રમોમાં સામેલ થશે. બેકોંકમાં આઇરસીઇપી સાથે સંકળાયેલા પેન્ડિંગ મુદ્દાઓ માટે વાતચીત ચાલી રહી છે.