નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીનું સંકટ ઝડપથી વધુ રહ્યું છે. તેવામાં લોકો કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરશે. તેને લઈને શનિવારે દેશમાં કોરોના વેક્સિનના ત્રણ મોટા કેન્દ્રો- પુણે, અમદાવાદ અને હૈદરાબાદનો પ્રવાસ કરશે. જાણકારી પ્રમાણે શનિવાર પીએમ મોદી પુણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)નો પ્રવાસ કરશે. જ્યાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિન (Oxford Vaccine) કોવિશીલ્ડ (Covishield)ની ટ્રાયલ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય પીએમ મોદી અમદાવાદમાં ભારતની સ્વદેશી કોરોના વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)ની ટ્રાયલ કરી રહેલી કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)ના કેન્દ્રનો પ્રવાસ કરશે. ત્યારબાદ પીએમ મોદી હૈદરાબાદમાં ભારત બાયોટેક (Bharat Biotech)નો પ્રવાસ કરશે. ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સની સાથે મળી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સીન (Covaxine) તૈયાર કરી રહી છે. 


જાણકારી પ્રમાણે પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી ત્રણેય વેક્સિન નિર્માતા કંપનીઓ સાથે તેની તૈયારીઓને લઈને ચર્ચા કરશે અને વેક્સિનના વિતરણને લઈને રણનીતિ બનાવવા પર વાત કરશે.


કિસાન આંદોલનમાં રાજનીતિઃ રાહુલની પીએમને ચેતવણી, નકવીએ કહ્યુ- અમે કોંગ્રેસ નથી  


દેશમાં ક્યાં સુધી પહોંચી કોરોના વેક્સિન?
દેશમાં હાલ ત્રણ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમાં ઓક્સફોર્ડ વેક્સિન, ભારત બાયોટેકની વેક્સિન અને ઝાયડસ કેડિલાની વેક્સિન સામેલ છે. આ ત્રણેય વેક્સિનની ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. દેશમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ઓક્સફોર્ડ વેક્સિન, કોવિશીલ્ડ રેસમાં સૌથી આગળ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની યોજના છે કે બ્રિટનમાં ઓક્સફોર્ડ વેક્સિનને આપાતકાલીન મંજૂરી મળતા ભારતમાં તે તેના માટે ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરી દેશે. 


પીએમ મોદી અમદાવાદ પણ આવવાના છે. અમદાવાદમાં ઝાયડસ કેડિલાનું કેન્દ્ર છે જેણે ઝાયકોવ-ડી (ZyCov-D) કોરોના વેક્સિન બનાવી છે. આ વેક્સિન પોતાની ટ્રાયલના બીજા તબક્કામાં છે. આ સિવાય પીએમ મોદી હૈદરાબાદમાં ભારત બાયોટેકના વેક્સિન કેન્દ્રમાં પણ જશે. ભારત બાયોટેકની કોવેક્સીનની ટ્રાયલ હાલ ત્રીજા અને અંતિમ તબક્કામાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube